તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th February 2026
WPL મહિલા પ્રીમિયર લીગની ફાઇનલમાં દિલ્હી અને બેંગલુરુ વચ્ચે આજે ટક્કર

નવી દિલ્હી : સતત ચોથી વખત દિલ્હી કેપિટલ્સ મહિલા પ્રીમિયર લીગની ફાઇનલમાં પહોંચી છે, જ્યાં ટાઇટલ માટે તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સામનો આજે સાંજે ૭:૩૦ વાગ્યાથી કરશે.
મહિલા પ્રીમિયર લીગ (WPL ૨૦૨૬)ની ચોથી સિઝનની એલિમિનેટર મેચમાં દિલ્હી કેપિટલ્સે ગુજરાત જાયન્ટ્સને ૭ વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
WPL ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થશે, જેણે પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવીને ફાઇનલમાં સીધો પ્રવેશ મેળવ્યો હતો.
(2:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
