તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th February 2026
નેપાળે ઈંગ્લેન્ડના શ્વાસ અધ્ધર કર્યાઃ છેલ્લા બોલ સુધી ચાલેલા જંગમાં ઇંગ્લેન્ડનો
૪ રને વિજય છેલ્લા બોલ સુધી મેચ કસોકસ જામ્યો હતો હેરી બ્રુક અને જેકોબ બેથેલની અડધી સદીની મદદથી ઈંગ્લેન્ડનો ૧૮૪ રનનો સ્કોરઃ નેપાળ લડાયક બેટિંગ છતાં જીત માટે ૫ રન ખૂટયા

મુંબઈઃ આઈસીસી ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ ના પાંચમા મુકાબલામાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ક્રિકેટ ચાહકોને હાઈ-વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. દિગ્ગજ ખેલાડીઓથી સ* ઈંગ્લેન્ડની ટીમે નેપાળને માત્ર ૪ રનના નજીવા અંતરથી હરાવીને ટૂર્નામેન્ટમાં માંડ-માંડ જીત મેળવી છે. નેપાળની ટીમે શાનદાર લડત આપીને ઈંગ્લેન્ડના બોલરોને નાકે દમ લાવી દીધો હતો, પરંતુ અંતિમ ઓવરોમાં અનુભવના અભાવે તેઓ ઐતિહાસિક વિજયથી વંચિત રહી ગયા હતા.
મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ઈંગ્લેન્ડે ૨૦ ઓવરમાં ૭ વિકેટ ગુમાવીને ૧૮૪ રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો.
૧૮૫ રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી નેપાળની ટીમ ડર્યા વગર મેદાનમાં ઉતરી હતી. નેપાળ તરફથી કેપ્ટન રોહિત પૌડેલ, લોકેશ બમ અને દીપેન્દ્ર સિંહ એરીએ શાનદાર કેમિયો રમીને મેચને અંત સુધી જીવંત રાખી હતી. નેપાળના બેટ્સમેનોએ ઈંગ્લેન્ડના સ્ટાર બોલર જોફ્રા આર્ચર અને આદિલ રશીદ સામે પણ નીડરતાથી બેટિગ કરી હતી. અંતિમ ઓવરમાં નેપાળને જીતવા માટે રન જોઈતા હતા, પરંતુ ઈંગ્લેન્ડના બોલરોએ લાઈન-લેન્થ જાળવી રાખીને નેપાળને ૨૦ ઓવરમાં ૪ રન પાછળ રાખી દીધું હતું.
(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
