તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th February 2026
"સર્જરી સફળ પછી ઇંગ્લેન્ડના ક્રિકેટર બેન સ્ટોક્સે પોતાની ઈજા અંગે આપ્યું અપડેટ્સ

મુંબઈ: ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સને પ્રેક્ટિસ સેશન દરમિયાન ચહેરા પર બોલ વાગવાથી ગંભીર ઈજા થઈ હતી. સ્ટોક્સે પોતાની ઈજાનું સફળ ઓપરેશન કર્યું છે, આ વાતની પુષ્ટિ તેમણે ઇન્સ્ટાગ્રામ પર કરી છે. ઓપરેશન પછી પોતાના ચહેરાનો ફોટો શેર કરતા સ્ટોક્સે લખ્યું, "એવું લાગતું નથી, પણ સર્જરી સફળ રહી." 34 વર્ષીય સ્ટોક્સને નેટ પાસે ઉભા રહીને આ ઈજા થઈ હતી. તેણે ગયા અઠવાડિયે ઇન્સ્ટાગ્રામ પર પોતાની ઈજાની જાહેરાત કરી હતી. સ્ટોક્સ ગયા મહિને સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામેની પાંચમી અને અંતિમ એશિઝ ટેસ્ટ દરમિયાન એડક્ટર ઈજાને કારણે મેદાન છોડી ગયો હતો. ત્યારબાદ થયેલી આ ઈજાએ તેની મુશ્કેલીઓમાં વધુ વધારો કર્યો છે. બેન સ્ટોક્સ હાલમાં એકમાત્ર મુખ્ય ખેલાડી છે જે ટેસ્ટ ક્રિકેટને પ્રાથમિકતા આપે છે. તેણે 2023ના ODI વર્લ્ડ કપ પછી ઇંગ્લેન્ડ માટે મર્યાદિત ઓવરની મેચ રમી નથી.
(5:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
