તા. ૧૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૦ સોમવાર
News of Thursday, 12th February 2026
ભારતે નામિબિયાને 93 રનથી હરાવ્યું: ઇશાન કિશન અને હાર્દિક પંડ્યાની શાનદાર ફિફ્ટી
ભારતે 20 ઓવરમાં 9 વિકેટે 209 રન બનાવ્યા. જવાબમાં નામિબિયા 18.2 ઓવરમાં 10 વિકેટે 116 રન જ બનાવી શક્યું.

ભારતે નામિબિયાને 93 રનથી હરાવ્યું છે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી T20 વર્લ્ડ કપ ગ્રુપ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે ઇશાન કિશન અને હાર્દિક પંડ્યાની મજબૂત અડધી સદીની મદદથી 20 ઓવરમાં 9 વિકેટે 209 રન બનાવ્યા. જવાબમાં નામિબિયા 18.2 ઓવરમાં 10 વિકેટે 116 રન જ બનાવી શક્યું. આ વર્તમાન ટુર્નામેન્ટમાં ભારતનો સતત બીજો વિજય છે.
T20 વર્લ્ડકપમાં આજે નામિબિયા સામે રમી રહેલી ભારતીય ટીમે તરખાટ મચાવી દીધો છે. ભારતે નિર્ધારીત 20 ઓવરમાં 9 વિકેટે 209 રનનો ઢગલો કરી દીધો છે. ટીમ તરફથી ઈશાન કિશાને માત્ર 24 બોલમાં 61 રન ફટકાર્યા હતા. તો હાર્દિક પંડ્યાએ પણ દમદાર બેટિંગ કરીને પ્રેક્ષકોને ખુશ કરી દીધા છે.
ભારત તરફથી ઈશાન કિશને 24 બોલમાં 6 ફોર અને 5 સિક્સ સાથે 61 રનની વિસ્ફોટ ઈનિંગ રમી છે, તો હાર્દિક પંડ્યાએ 28 બોલમાં 4 ફોર અને 4 સિક્સ સાથે 52 રન નોંધાવી દમદાર બેટિંગ કરી છે. આ ઉપરાંત સંજુ સેમસને 8 બોલમાં 1 ફોર અને 3 સિક્સ સાથે 22 રન, તિલક વર્માએ 21 બોલમાં 3 ફોર સાથે 25 રન, સુકાની સૂર્યકુમાર યાદવે 13 બોલમાં 1 સિક્સ સાથે 12 રન, શિવમ દુબેએ 16 બોલમાં 1 ફોર અને 1 સિક્સ સાથે 23 રન નોંધાવ્યા છે. જ્યારે રિંકુ સિંહ 1 રન, અક્ષર પટેલ 0, અર્શિદ સિંહ 2 રન અને વરુણ ચક્રવર્તીએ અણનમ 1 રન નોંધાવ્યો છે
(10:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
