<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

ક્રિકેટના મહાકુંભમાં 'મહાયુદ્ધ': રવિવારે ભારત-પાકિસ્તાન વચ્ચે આરપારની લડાઈ; જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે ફ્રીમાં માણી શકશો લાઈવ મેચનો આનંદ!

ટી-20 વર્લ્ડ કપ 2026: એશિયા કપની ફાઈનલ બાદ ફરી મેદાનમાં આમને-સામને ટકરાશે કટ્ટર હરીફો; કોલંબોના મેદાન પર જામશે જંગ, જાણો હેડ-ટુ-હેડ રેકોર્ડ અને બંને દેશોની પાવરફુલ સ્ક્વોડ

રાજકોટ: વિશ્વભરના ક્રિકેટ ચાહકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે ઘડી હવે આવી ગઈ છે. ટી-20 વર્લ્ડ કપ 2026 માં રવિવારે, ૧૫ ફેબ્રુઆરીના રોજ ક્રિકેટ જગતની સૌથી મોટી દુશ્મની એટલે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેદાનમાં જંગ ખેલાશે. શ્રીલંકાની રાજધાની કોલંબોમાં રમાનારી આ મેચ માત્ર રમત નથી, પરંતુ બંને દેશો માટે પ્રતિષ્ઠાનો સવાલ છે. એશિયા કપ 2025 ની ફાઈનલમાં પણ આ બે ટીમો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જે બાદ હવે વર્લ્ડ કપના મંચ પર ફરી એકવાર રોમાંચ ચરમસીમાએ હશે.
ક્યારે અને ક્યાં જોશો લાઈવ એક્શન?: ભારત અને પાકિસ્તાન વચ્ચેનો આ બ્લોકબસ્ટર મુકાબલો રવિવારે રમાશે. જેની પ્રસારણ વિગતો નીચે મુજબ છે:
સમય: મેચ સાંજે ૭:૩૦ વાગ્યે શરૂ થશે (ટોસ સાંજે ૬:૩૦ વાગ્યે થશે).
ટીવી ચેનલ: સ્ટાર સ્પોર્ટ્સ (Star Sports) નેટવર્ક પર સીધું પ્રસારણ.
ડિજિટલ પ્લેટફોર્મ: જિયો સ્ટાર (JioStar) પર લાઈવ સ્ટ્રીમિંગ ઉપલબ્ધ રહેશે.
ફ્રીમાં કેવી રીતે જોશો?: જો તમે પૈસા ખર્ચ્યા વગર મેચ જોવા માંગો છો, તો DD સ્પોર્ટ્સ પર આ મેચનું મફતમાં પ્રસારણ કરવામાં આવશે.

બંને ટીમો 'સુપર ફોર્મ'માં: ચાલુ વર્લ્ડ કપમાં અત્યાર સુધી બંને ટીમોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતે પોતાની શરૂઆતની બંને મેચોમાં યુએસએ અને નામિબિયાને હરાવીને ગૃપ-A માં પ્રથમ સ્થાન મેળવ્યું છે. બીજી તરફ, પાકિસ્તાને પણ નેધરલેન્ડ અને યુએસએને પરાસ્ત કરીને પોતાની તાકાત બતાવી છે. હાલ બંને ટીમો પાસે ૪-૪ પોઈન્ટ્સ છે, જેના કારણે રવિવારની મેચ ગૃપમાં ટોચ પર રહેવા માટે નિર્ણાયક સાબિત થશે.
હેડ-ટુ-હેડ રેકોર્ડ: ટીમ ઈન્ડિયાનો દબદબો: ટી-20 ફોર્મેટમાં પાકિસ્તાન સામે ભારતનું પલડું હંમેશા ભારે રહ્યું છે. અત્યાર સુધી રમાયેલી ૧૬ મેચોમાં ભારતે ૧૩ માં જીત મેળવી છે, જ્યારે પાકિસ્તાન માત્ર ૩ મેચ જીતી શક્યું છે.
ફોર્મેટ કુલ મેચ ભારતની જીત પાકિસ્તાનની જીત ડ્રો/પરિણામ નહીં
ટેસ્ટ ૫૯ ૦૯ ૧૨ ૩૮ (ડ્રો)
વનડે ૧૩૬ ૫૮ ૭૩ ૦૫
ટી-૨૦ ૧૬ ૧૩ ૦૩ ૦૦
પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે ભારતની આ પલટન: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, ઇશાન કિશન (WK), સંજુ સેમસન (WK), જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ

(10:05 PM IST)