તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 15th February 2026
IND vs PAK મેચ પહેલા ઇશાન કિશનનું 'લવ સિક્રેટ' આઉટ: દાદાએ પોતે જ કરી પૌત્રની ગર્લફ્રેન્ડની પુષ્ટિ
મોડેલ અદિતિ હુંડિયા બનશે કિશન પરિવારની પુત્રવધૂ? દાદાના વાયરલ વીડિયોએ સોશિયલ મીડિયા પર મચાવ્યો હલચલ

પટના/કોલંબો: ભારત અને પાકિસ્તાન વચ્ચેના મેદાન પરના મહાયુદ્ધ પહેલા ભારતીય ઓપનર ઇશાન કિશનના અંગત જીવનને લઈને એક મોટો ધડાકો થયો છે. અત્યાર સુધી જે અફવાઓ માત્ર સોશિયલ મીડિયા સુધી સીમિત હતી, તેના પર હવે ઇશાનના દાદાએ મહોર મારી દીધી છે. ઇશાન કિશનના દાદાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તેમણે પૌત્રના સંબંધો અને તેની ગર્લફ્રેન્ડ વિશે ખુલીને વાત કરી છે. દાદાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જયપુરની રહેવાસી અને જાણીતી મોડેલ અદિતિ હુંડિયા ઇશાનની ગર્લફ્રેન્ડ છે અને પરિવાર આ સંબંધથી ઘણો ખુશ છે.
અદિતિ હુંડિયા કોઈ નવું નામ નથી; તે 'મિસ દિવા 2018' રહી ચૂકી છે અને ફેમિના મિસ ઈન્ડિયાની ફાઇનલિસ્ટ પણ રહી છે. ઇશાન અને અદિતિના સંબંધોની ચર્ચા ૨૦૧૯ ના IPL ફાઈનલથી શરૂ થઈ હતી જ્યારે અદિતિ સ્ટેન્ડમાં ઇશાનને ચીયર કરતી જોવા મળી હતી. ઇશાનના દાદાએ મુલાકાતમાં જણાવ્યું કે, "અમે ઇશાનની ખુશીમાં જ ખુશ છીએ. જે રીતે તેના મોટા ભાઈએ પલ્લવી સાથે લગ્ન કર્યા, તેમ ઇશાન પણ અદિતિ સાથે લગ્ન કરશે તો અમને વાંધો નથી. અદિતિ એક સફળ મોડેલ છે અને ઇશાનના મુશ્કેલ સમયમાં પણ તેની સાથે રહી છે."
છેલ્લા દોઢ વર્ષથી ટીમ ઈન્ડિયાની બહાર રહ્યા બાદ ઇશાન કિશને હાલમાં જ જોરદાર વાપસી કરી છે. કરાર ગુમાવવાથી લઈને ટીકાઓ સહન કરવા સુધીની તેની સફરમાં અદિતિ તેની સૌથી મોટી તાકાત રહી હોવાનું માનવામાં આવે છે. હવે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ-વોલ્ટેજ મેચ રમાવાની છે, ત્યારે ચાહકો આશા રાખી રહ્યા છે કે આ અંગત ખુશી ઇશાનના બેટમાં નવી ઉર્જા ભરશે. મેદાન પર પાકિસ્તાની બોલરોને ધોયા બાદ ઇશાન હવે ક્યારે 'ક્લીન બોલ્ડ' થઈને લગ્નના બંધનમાં બંધાય છે તે જોવું રસપ્રદ રહેશે.
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
