તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 15th February 2026
IND vs PAK Weather: કોલંબોમાં કુદરતની 'ગૂગલી'! શું વરસાદ ધોઈ નાખશે ભારત-પાકિસ્તાન મહાયુદ્ધ?
બપોર સુધી આકાશ ચોખ્ખું પણ સાંજ પડતા જ વરસાદની ૭૦% શક્યતા; બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશરને કારણે ક્રિકેટ ફેન્સના શ્વાસ અધ્ધર

કોલંબો/નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચેના મહામુકાબલા માટે આખું વિશ્વ થંભી ગયું છે, પરંતુ આ હાઈ-વોલ્ટેજ ડ્રામાની વચ્ચે હવે આકાશમાંથી 'વરસાદ' વિલન બનીને ત્રાટકવાની તૈયારીમાં છે. કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે આજે સાંજે ૭ વાગ્યે રમાનારા આ મેચ પર કાળા વાદળોનું જોખમ મંડરાઈ રહ્યું છે. જોકે સવારથી હવામાન શાંત હતું, પરંતુ બપોર બાદ સ્થિતિ બદલાવાની પૂરેપૂરી શક્યતા છે. શ્રીલંકાના હવામાન વિભાગે આપેલી ચેતવણી મુજબ, બંગાળની ખાડીમાં સર્જાયેલા ઓછા દબાણના વિસ્તારને કારણે મેચ દરમિયાન વરસાદની શક્યતા ૭૦% સુધી છે, જેણે કરોડો ક્રિકેટ ચાહકોની ચિંતામાં વધારો કર્યો છે.
તાજા અહેવાલો મુજબ, મેચ શરૂ થવાના એક કલાક પહેલા એટલે કે સાંજે ૬ થી ૭ વાગ્યાની વચ્ચે સૌથી ભારે વરસાદ પડવાની આગાહી છે. આ સમયગાળા દરમિયાન ૫.૧ મીમી સુધીનો વરસાદ ખાબકી શકે છે, જેનો સીધો અર્થ એ છે કે સાંજે ૬:૩૦ વાગ્યે થનારો ટોસ મોડો પડી શકે છે. જો સાંજે ૭ વાગ્યે વરસાદ રોકાઈ જાય તો પણ ગ્રાઉન્ડ સ્ટાફ માટે મેદાન સુકવવું એક પડકાર હશે. રાત્રે ૧૦ વાગ્યા સુધી હળવા ઝરમર વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે, જેને કારણે ઓવરોમાં ધરખમ ઘટાડો થઈ શકે છે અથવા મેચ રદ કરવાની ફરજ પડી શકે છે.
કોલંબોમાં અત્યારે ક્રિકેટનો તાવ એટલો ઉંચો છે કે હોટલોમાં એક પણ રૂમ ખાલી નથી, પણ હવે આ બધો ઉત્સાહ ઈન્દ્રદેવની મહેરબાની પર ટકેલો છે. રાહતના સમાચાર એ છે કે રાત્રે ૮ વાગ્યા પછી વરસાદની શક્યતા ૪૦% થી ઘટીને ઘણી ઓછી થઈ ગઈ છે. જો કુદરત સાથ આપે તો આપણને પૂરેપૂરી ૨૦-૨૦ ઓવરની મેચ જોવા મળી શકે છે. હાલમાં તો પિચને કવર્સથી ઢાંકી દેવામાં આવી છે અને અમ્પાયરો દર કલાકે મેદાનનું નિરીક્ષણ કરી રહ્યા છે. વિશ્વભરના ચાહકો બસ એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે, "ભલે ગમે તે થાય, પણ મેચ ધોવાવી ન જોઈએ!"
(12:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
