તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 15th February 2026
પાકિસ્તાન જેને પોતાનું ‘સરપ્રાઈઝ વેપન’ માને છે એ ઉસ્માન તારીકની બોલિંગ એક્શનની નકલ કરીને સુર્યકુમારે ચોંકાવ્યા
સૂર્યાએ નેટ્સમાં રિંકુ સિંહને બોલિંગ કરતી વખતે બરાબર તારિકની જેમ જ થોભીને બોલ ફેંક્યો :ભારતીય કેમ્પમાં આ એક્શનને માત્ર મનોરંજન તરીકે જોવામાં આવી

ટી-20 વર્લ્ડ કપ 2026ના સૌથી મોટા જંગ પહેલા ભારતીય કેમ્પમાં આત્મવિશ્વાસ અને હળવાશનો માહોલ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાન જે સ્પિનરને પોતાનું ‘સરપ્રાઈઝ વેપન’ માની રહ્યું છે, તે ઉસ્માન તારિકની બોલિંગ એક્શનની નકલ કરીને ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે સાબિત કરી દીધું છે કે ટીમ ઈન્ડિયા પર કોઈ દબાણ નથી.
શનિવારે કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન સૂર્યકુમાર યાદવ અલગ અંદાજમાં જોવા મળ્યો હતો. પાકિસ્તાની સ્પિનર ઉસ્માન તારિક તેની ‘થોભો અને જુઓ’ (Stop and Stare) પ્રકારની સાઈડ-ઓન એક્શન માટે જાણીતો છે. સૂર્યાએ નેટ્સમાં રિંકુ સિંહને બોલિંગ કરતી વખતે બરાબર તારિકની જેમ જ થોભીને બોલ ફેંક્યો હતો. આ વીડિયો વાયરલ થતા ચાહકો કહી રહ્યા છે કે સૂર્યાએ મેચ પહેલા જ પાકિસ્તાની વ્યૂહરચનાની હવા કાઢી નાખી છે. ભારતીય કેમ્પમાં આ એક્શનને માત્ર મનોરંજન તરીકે જોવામાં આવી રહી છે, જે દર્શાવે છે કે બેટ્સમેનો તારિકનો સામનો કરવા તૈયાર છે.
માત્ર ચાર આંતરરાષ્ટ્રીય મેચોનો અનુભવ ધરાવતો ઉસ્માન તારિક ભારત માટે નવો પડકાર છે. તેની એક્શન એવી છે કે બેટ્સમેન માટે બોલ કઈ દિશામાં ટર્ન થશે તે સમજવું મુશ્કેલ બને છે. કોલંબોની ધીમી પિચ પર તે વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. પૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહે પણ તારિક વિશે સાવધ રહેવા જણાવ્યું છે. હરભજને કહ્યું કે, "મેં તેને ILT20માં જોયો છે, તે અદભૂત વિવિધતા ધરાવે છે. ઉભા રહીને બોલિંગ કરવી સરળ છે, પણ તેની પાસે જે લેન્થ અને ટર્ન છે તે મોટા મેદાનો પર તેને ઘાતક બનાવે છે."
(6:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
