તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th February 2026
સ્પિનરોનું ખરાબ પ્રદર્શન, બીજી ઈનિંગમાં બેટિંગ સરળ ન હતીઃ સલમાન આગા
ટોસ જીતી બોલીંગ કરવાનો નિર્ણય ખોટો હતો

નવી દિલ્હીઃ ભારતે પાકિસ્તાનને ચારેય ખૂણે ચિત્ત કર્યું હતું. આ હાર બાદ પાકિસ્તાની કેપ્ટને હાર માટે કોઈ એક વિભાગને નહીં, પરંતુ સમગ્ર ટીમના પ્રદર્શન પર સવાલો ઉઠાવ્યા છે.
સલમાન આગાએ હાર બાદ સૌથી પહેલો પ્રહાર ટીમના સ્પિનરો કરતાં તેણે કહ્યું, અમારા સ્પિનરો માટે આજનો દિવસ સારો રહ્યો નથી. મેદાન પર અમારી યોજનાઓનું અમલીકરણ યોગ્ય રીતે થયું નહીં. જોકે છેલ્લા છ મહિનામાં તેમણે સારું પ્રદર્શન કર્યું છે, પણ આજે મોટા મુકાબલામાં અમે ચૂકી ગયા.ઙ્ઘ
ટોસ જીતીને બોલિગ કરવાના નિર્ણયનો બચાવ કરતા કેપ્ટને કહ્યું, પહેલી ઇનિગમાં વિકેટ થોડી મુશ્કેલ હતી અને બોલ ગ્રીપ થતો હતો. અમને લાગ્યું કે બીજી ઇનિગમાં બેટિંગ સરળ રહેશે, પણ અમે પરિસ્થિતિ મુજબ બોલિગ કરી શક્યા નહીં.
બેટિગ વિશે વાત કરતા સલમાન આગાએ સ્વીકાર્યું કે, ટી૨૦ ક્રિકેટમાં જો તમે પાવરપ્લેમાં જ ૩-૪ વિકેટ ગુમાવી દો છો, તો તમે આખી મેચમાં પાછળ રહી જાઓ છો. અમે પોતાને સેટ થવાનો કે મેચને ઊંડાણ સુધી લઈ જવાનો કોઈ મોકો જ આપ્યો નહીં.
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
