<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

કેનેડિયન ભૂતપૂર્વ કેપ્ટન નવનીત ધાલીવાલે ક્રિકેટની દુનિયાને કીધું અલવિદા: અફઘાનિસ્તાન સામે રમશે પોતાની છેલ્લી મેચ

નવી દિલ્લી: કેનેડિયન ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન નવનીત ધાલીવાલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ધાલીવાલ 19 ફેબ્રુઆરીએ ચેન્નાઈમાં અફઘાનિસ્તાન સામેની T20 વર્લ્ડ કપ મેચ પછી નિવૃત્તિ લેશે. ન્યૂઝીલેન્ડ સામે ટીમની હાર બાદ કેનેડિયન અનુભવી ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી હતી. 37 વર્ષીય ખેલાડીએ કહ્યું, "મેં પહેલાથી જ નક્કી કરી લીધું હતું કે વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામેની મેચ મારી છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ હશે." ધાલીવાલે 2024 T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થવા, તે વર્લ્ડ કપની શરૂઆતની મેચોમાં રન બનાવવા અને કેનેડાના કેપ્ટન બનવાને પોતાની કારકિર્દીના યાદગાર ક્ષણો ગણાવ્યા.તેમણે નિવૃત્તિ પછી કોચિંગ ક્ષેત્રમાં પ્રવેશવાની અને યુવા ખેલાડીઓને મદદ કરવાની ઇચ્છા વ્યક્ત કરી.ધાલીવાલે ન્યુઝીલેન્ડ સામે સદી ફટકારનાર યુવરાજ સમરાની પ્રશંસા કરી અને કહ્યું કે ન્યુઝીલેન્ડ વિશ્વની શ્રેષ્ઠ ટીમોમાંની એક છે. તે ટીમ સામે સદી ફટકારવી એ સાબિત કરે છે કે કેનેડામાં ક્રિકેટ ઝડપથી વિકસી રહ્યું છે.ધાલીવાલ T20 ફોર્મેટમાં કેનેડાના સૌથી સફળ બેટ્સમેન તરીકે પોતાની કારકિર્દીનો અંત કરશે. 2019 માં T20 માં પદાર્પણ કરનાર ધાલીવાલે 48 મેચોની 46 ઇનિંગ્સમાં 10 અડધી સદીની મદદથી 1,305 રન બનાવ્યા છે.

 

(6:09 PM IST)