<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

આઇસીસી ટી૨૦ રેન્‍કીંગમાં ઇશાન કિશાન ટોપટેનમાં: અભિષેક-વરૂણ નં.૧: ભારતની ટીમ ટોચના સ્‍થાને

તિલક વર્મા ચોથા સ્‍થાને, ઓલરાઉન્‍ડરમાં હાર્દિક પંડયા ત્રીજા ક્રમે યથાવત

નવી દિલ્‍હીઃ ટી૨૦ વર્લ્‍ડકપની વચ્‍ચે આઇસીસીએ ટી૨૦ રેન્‍કિંગ જાહેર કરી છે. હાલમાં જ પાકિસ્‍તાન સામે વિસ્‍ફોટક બેટિગ કરનારા ઈશાન કિશનને મોટું ઇનામ મળ્‍યું છે. ઈશાન કિશનની ટોપ-૧૦ બેટર્સની યાદીમાં જોરદાર વાપસી થઈ છે. આઇસીસી ટી૨૦ રેન્‍કિંગમાં ઈશાન કિશને ૧૭ ક્રમની છલાંગ લગાવી વે આઠમાં સ્‍થાને પહોંચી ગયો છે. આ લિસ્‍ટમાં ભારતનો જ સ્‍ટાર બેટર અભિષેક શર્મા પ્રથમ સ્‍થાન પર છે. જ્‍યારે ઈશાન કિશન આઠમા ક્રમે પહોંચી ગયો છે.  જો ટી૨૦માં ઈશાન આ રીતે જ વિસ્‍ફોટક બેટિગ કરતો રહ્યો તો આગામી રેન્‍કિંગમાં તે હજુ ઉપર આવી શકે છે. દુનિયાના ટોપ-૧૦ બોલર્સની યાદીમાં ભારતનો સ્‍ટાર ખેલાડી વરુણ ચક્રવર્તી પ્રથમ સ્‍થાન પર છે. ઓલરાઉન્‍ડર્સની લિસ્‍ટમાં પાકિસ્‍તાનના સઇમ અયુબે બાજી મારી છે.

ટી૨૦ રેન્‍કિંગના બેટર્સની યાદીમાં ભારતનો તિલક વર્મા ચોથા સ્‍થાન પર છે જ્‍યારે બોલર્સની લિસ્‍ટમાં અફઘાનિસ્‍તાનનો રાશિદ ખાન બીજા સ્‍થાન પર છે. ઓલરાઉન્‍ડર્સની લિસ્‍ટમાં ભારતનો હાર્દિક પંડ્‍યા ત્રીજા સ્‍થાન પર યથાવત્‌ છે.  જો ટીમની વાત કરીએ તો ટી૨૦ રેન્‍કિંગમાં ભારતીય ટીમ દુનિયાની સર્વશ્રેષ્ઠ ટીમ છે અને પ્રથમ ક્રમાંકે છે. ઇંગ્‍લેન્‍ડ દ્વિતીય, ઓસ્‍ટ્રેલિયા તૃતીય, ન્‍યૂઝીલેન્‍ડ ચોથા અને સાઉથ આફ્રિકા પાંચમા ક્રમે છે. 

 

(2:32 PM IST)