તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st February 2026
T20 વર્લ્ડ કપ 2026 : પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેનો સુપર-8નો પ્રથમ મુકાબલો વરસાદમાં ધોવાયો : આગામી મેચોમાં પણ વરસાદનું વિઘ્ન આવે તેવી સંભાવના હોવાથી ટુર્નામેન્ટના આયોજકો અને ટીમો રણનીતિમાં ફેરફાર કરે તેવી શક્યતા
કોલમ્બોમાં સતત વરસાદને કારણે મેચ રદ કરાઈ : બંને ટીમોને 1-1 પોઈન્ટ ફાળવાયો : પાકિસ્તાને ટોસ જીત્યો હતો પણ એક પણ બોલ ફેંકાયા વિના રમત બંધ રહી : 1-1 પોઈન્ટ મળવાને કારણે હવે ગ્રુપમાં આગળ વધવા માટે બંને ટીમોએ પોતાની આગામી મેચોમાં મેળવવી પડશે ફરજિયાત જીત

કોલમ્બો : ટી20 વર્લ્ડ કપ 2026ના સુપર-8 તબક્કાનો પ્રારંભિક મુકાબલો જ વરસાદની ભેટ ચડી ગયો છે. કોલમ્બોના પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી મહત્વની મેચ ભારે વરસાદને કારણે રદ કરવામાં આવી છે. લાંબા સમય સુધી વરસાદ રોકાય તેવી રાહ જોયા બાદ આખરે મેચ રેમ્પાયરોએ રમત રદ કરવાનો નિર્ણય લીધો હતો, જેના પગલે બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવ્યો છે.
ટોસ થયો પણ રમત ન થઈ:
આ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, ટોસ પૂર્ણ થયા બાદ તુરંત જ વરસાદ તૂટી પડ્યો હતો. સ્ટેડિયમના ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા પીચને કવર કરી દેવામાં આવી હતી, પરંતુ સતત પડતા વરસાદે મેચ શરૂ થવાની તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું હતું. અંતે એક પણ બોલ ફેંકાયા વિના મેચને સત્તાવાર રીતે રદ જાહેર કરવામાં આવી હતી.
સુપર-8ના સમીકરણો પર અસર:
સુપર-8 જેવા મહત્વના તબક્કે મેચ રદ થવી એ બંને ટીમો માટે ચિંતાનો વિષય છે. 1-1 પોઈન્ટ મળવાને કારણે હવે ગ્રુપમાં આગળ વધવા માટે બંને ટીમોએ પોતાની આગામી મેચોમાં ફરજિયાત જીત મેળવવી પડશે. કોલમ્બોમાં ખરાબ હવામાનને કારણે આ મેચ જોવા આવેલા હજારો ક્રિકેટ પ્રેમીઓમાં નિરાશા જોવા મળી હતી.
આગામી મેચોમાં પણ વરસાદનું વિઘ્ન આવે તેવી સંભાવના હોવાથી ટુર્નામેન્ટના આયોજકો અને ટીમો રણનીતિમાં ફેરફાર કરે તેવી શક્યતા છે. અત્યારે બંને ટીમોએ એક-એક પોઈન્ટ સાથે સંતોષ માનવો પડ્યો છે.
(9:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
