<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th February 2026

વિન્‍ડીઝ આફ્રિકાને હરાવે તો ભારતનો સેમિફાઈનલમાં પહોંચવાનો માર્ગ સરળ બનશેઃ આકાશ ચોપરા

પરંતુ જો આ મેચ વેસ્‍ટ ઇન્‍ડિઝ જીતી જાય તો રનરેટ પર આધાર રહેશે

નવી દિલ્‍હીઃ આકાશ ચોપરાએ વેસ્‍ટ ઈન્‍ડિઝ-ઝિમ્‍બાબ્‍વેની મેચ પછી સેમીફાઈનલમાં ભારત કઈ રીતે પહોંચી શકે તે અંગે કરેલા એનાલિસિસમાં જણાવ્‍યું છે કે, હવે મને લાગે છે કે નેટ રનરેટની તો વાત જ નહીં આવે, પહેલા એવી સંભાવનાઓ વ્‍યક્‍ત કરાઈ રહી હતી કે ઝિમ્‍બાબ્‍વે જીતી જાય તો ભારત નેટ રનરેટ સારી બનાવીને કમાલ કરી શકે છે પરંતુ હવે તે સંભાવનાઓ પૂર્ણ થઈ ગઈ છે.

કારણ કે સાઉથ આફ્રિકા ૩.૮૦ અને વેસ્‍ટ ઈન્‍ડિઝ ૫.૩૫ની પ્‍લસ નેટ રનરેટથી આગળ ચાલી રહ્યા છે, આવી સ્‍થિતિમાં ભારત પાસે આગળ જવાનો સૌથી શ્રેષ્ઠ એક જ માર્ગ છે કે, અમદાવાદમાં સાઉથ આફ્રિકા સામે વેસ્‍ટ ઈન્‍ડિઝ હારી જાય તો કોઈ ટેન્‍શનની વાત નથી, પણ જો વેસ્‍ટ ઈન્‍ડિઝ આ મેચ જીતી જાય છે તો પછી વાત નેટ રનરેટ પર આવી જશે પરંતુ તેમાં ભારતનું પલડું મુશ્‍કેલ રહેશે.

આ પછી એવું થઈ શકે છે કે જો સાઉથ આફ્રિકા સામે ઝિમ્‍બાબ્‍વે જીતી જાય એટલે કે સાઉથ આફ્રિકા અને ઝિમ્‍બાબ્‍વે એક-એક મેચ જીતે તો ભારતનો રસ્‍તો સરળ બની જશે. પરંતુ ભારત માટે સૌથી વધુ સરળ માર્ગ એ જ છે કે, સાઉથ આફ્રિકા-વેસ્‍ટ ઈન્‍ડિઝમાં સાઉથ આફ્રિકાની જીત થાય.

આકાશ ચોપરાના ગણિત પ્રમાણે ભારતે સેમીફાઈનલમાં પહોંચવા માટે પોતાની બન્ને બાકી રહેલી મેચ સારી નેટ રનરેટ સાથે જીતવાનો પ્રયાસ કરવો પડશે અને બાકીની મેચાોનું પરિણામ શું આવે છે તે પર પણ નિર્ભર રહેવું પડશે.

 

(4:06 PM IST)