<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

ક્રિકેટર રિંકુ સિંહના પિતાનું નિધન, વિશ્વકપ છોડી ઘર પરત ફર્યો

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટર રિંકુ સિંહના પિતાનું અવસાન થયું છે. તેમણે ગ્રેટર નોઈડાની યથાર્થ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. રિંકુ સિંહના પિતા, ખાચંદ્ર સિંહ, સ્ટેજ-૪ લીવર કેન્સર સામે લડી રહ્યા હતા. તાજેતરમાં તેમની તબિયત ખૂબ જ બગડી હતી, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પિતાની બગડતી તબિયતની જાણ થતાં, રિંકુ સિંહને અચાનક ટીમ ઈન્ડિયા છોડીને ઘરે પાછા ફરવું પડ્યું.ખાચંદ્ર સિંહ ઘણા દિવસોથી મિકેનિકલ વેન્ટિલેટર સપોર્ટ પર હતા અને સતત રીનલ રિપ્લેસમેન્ટ થેરાપી લઈ રહ્યા હતા.

ખાચંદ્ર સિંહ ઘણા સમયથી લીવર કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા, પરંતુ તાજેતરમાં તેમની તબિયત અચાનક બગડી ગઈ હતી, ત્યારબાદ તેમને ગ્રેટર નોઈડાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોમાં તેમની તબિયત ઘણી બગડી ગઈ હતી. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા, અને ડોકટરો તેમની સ્થિતિને નિયંત્રિત કરવા માટે સતત તેમને તીબીબી ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા હતા.  રિંકુના પિતા નજીકથી તબીબી દેખરેખ હેઠળ હતા, પરંતુ તેમના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો થયો ન હતો

(1:53 PM IST)