<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

બેટરોએ રંગ રાખ્યો, બોલીંગમાં પ્રદર્શન સુધારવું જરૂરી

હવે રવિવારે વેસ્ટઇન્ડિઝ સામે કરો અથવા મરો જંગ

ચેન્નાઈ : ભારતીય ટીમે ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ના સુપર-૮ તબક્કામાં શાનદાર વાપસી કરતા ઝિમ્બાબ્વેને ૭૨ રને હરાવ્યું છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે નિર્ધારિત ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૨૫૬ રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો, જે ટી-૨૦ વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારતનો સૌથી મોટો સ્કોર છે. જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૮૪ રન જ બનાવી શકી હતી.

લાંબા સમયથી ફોર્મ શોધી રહેલા ઓપનર અભિષેક શર્માએ માત્ર ૩૦ બોલમાં ૫૫ રન ફટકારીને ટીમને આક્રમક શરૂઆત અપાવી હતી. મધ્યક્રમમાં હાર્દિક પંડ્યાએ અણનમ ૫૦ (૨૩ બોલ) અને તિલક વર્માએ વિસ્ફોટક ૪૪ર્ં (૧૬ બોલ) રન બનાવ્યા હતા. કેપ્ટન સૂર્યકુમાર યાદવે પણ ૧૩ બોલમાં ૩૩ રનનું યોગદાન આપ્યું હતું. અંતિમ ૫ ઓવરમાં ભારતીય બેટરોએ ૮૦ રન ઝૂડી કાઢ્યા હતા.

વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમને ભારતીય બોલરોએ શરૂઆતથી જ દબાણમાં રાખી હતી : અર્શદીપ સિંહ : ભારતીય પેસ એટેકની આગેવાની કરતા અર્શદીપે ઘાતક બોલિંગ કરી ૩ વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલૅં પાવરપ્લે બાદ અક્ષર પટેલે કરકસરયુકત બોલિંગ કરી પ્રથમ સફળતા અપાવી હતી. વરુણ ચક્રવર્તીૅં સ્પિનર વરુણે પોતાની ગુગલીથી ઝિમ્બાબ્વેના બેટરોને મુંઝવણમાં મૂક્યા હતા.

ઝિમ્બાબ્વે તરફથી બ્રાયન બેનેટે એકલપંડે લડત આપતા ૯૭ રન બનાવ્યા હતા, પરંતુ તેને અન્ય કોઈ બેટરનો સાથ મળ્યો ન હતો. કેપ્ટન સિકંદર રઝાએ ૩૧ રનનું યોગદાન આપ્યું હતું.

આ જીત સાથે ભારતનો નેટ રન રેટ સુધર્યો છે અને હવે સેમીફાઈનલમાં પહોંચવાની તકો ૮૦ ટકા વધી ગઈ છે.

આગામી મેચ : રવિવાર, ૧ માર્ચ, ૨૦૨૬, સામેની ટીમ : વેસ્ટ ઈન્ડિઝ, સ્થળઃ ઈડન ગાર્ડન્સ, કોલકાતા. ભારત માટે આ મેચ જીતવી અનિવાર્ય છે. જો ભારત વેસ્ટ ઈન્ડિઝને હરાવે છે, તો સેમીફાઈનલની ટિકિટ નક્કી થઈ જશે

(1:54 PM IST)