<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

આઇસીસીનો મોટો નિર્ણય : સેમિફાઈનલના વેન્‍યૂ બદલાયા, અમદાવાદમાં રમાશે મહાજંગ

કોલકાતા અને કોલંબોમાં જામશે સેમિફાઈનલનો રોમાંચ; ઇંગ્‍લેન્‍ડ ક્‍વોલિફાઈ, હવે ભારત-વિન્‍ડીઝ-દક્ષિણ આફ્રિકા વચ્‍ચે ત્રિપાંખિયો જંગ

અમદાવાદ : ક્રિકેટ જગતની સૌથી મોટી ટુર્નામેન્‍ટ હવે તેના અંતિમ પડાવ તરફ આગળ વધી રહી છે ત્‍યારે આઇસીસી દ્વારા એક મહત્‍વનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. ટુર્નામેન્‍ટના શિડ્‍યુલમાં ફેરફાર કરતા હવે સેમિફાઈનલના સ્‍થળો બદલવામાં આવ્‍યા છે, જેનાથી ચાહકોમાં ઉત્‍સાહ બમણો થયો છે.

મેદાન પરના પ્રદર્શનની વાત કરીએ તો, ઇંગ્‍લેન્‍ડે પાકિસ્‍તાન સામે શાનદાર વિજય મેળવીને સેમિફાઈનલમાં પોતાની ટિકિટ પાકી કરી લીધી છે. હવે બાકી રહેલા માત્ર ત્રણ સ્‍થાનો માટે ત્રણ દિગ્‍ગજ ટીમો ラ ભારત, દક્ષિણ આફ્રિકા અને વેસ્‍ટ ઈન્‍ડિઝ ラ વચ્‍ચે જોરદાર ટક્કર જોવા મળશે. આગામી મેચો નક્કી કરશે કે કઈ બે ટીમો ઇંગ્‍લેન્‍ડ સાથે અંતિમ ચારમાં જોડાશે.

આઇસીસીના નવા પ્રોટોકોલ મુજબઃ પહેલી સેમિફાઈનલ કોલકાતાના ઐતિહાસિક મેદાન પર રમાશે. બીજી સેમિફાઈનલ શ્રીલંકાના પાટનગર કોલંબોમાં આયોજિત થશે. જ્‍યારે ગ્રાન્‍ડ ફાઈનલ : વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્‍ટેડિયમ એવા અમદાવાદના નરેન્‍દ્ર મોદી સ્‍ટેડિયમ ખાતે ૮ માર્ચના રોજ ખિતાબી જંગ ખેલાશે

(11:56 AM IST)