<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

કોલકતામાં અમારે વધુ હિંમત બતાવવી પડશે

સૂર્યાએ કહયું જીત તો જીત છે, પણ સાચુ કહું તો અમારા બોલરો હજુ થોડુ સારૂ પ્રદશાર્ન કરી શકયા હોત, ઝિમ્‍બાબ્‍વે ના બેટરોના વખાણ કર્યા

નવી દિલ્‍હીઃ  ચેન્નાઈના મેદાન પર રનનો પહાડ ખડક્‍યા બાદ મળેલી આ   જીત છતાં કેપ્‍ટન સૂર્યકુમાર યાદવના ચહેરા પર એક અજંપો જોવા મળ્‍યો હતો. મેચ બાદ સૂર્યાએ સ્‍વીકાર્યું હતું કે જીત ચોક્કસ મળી છે, પરંતુ એક વાતની કસક હજુ મનમાં રહી ગઈ છે. 

મેચ જીત્‍યા બાદ સૂર્યકુમાર યાદવે પ્રમાણિકપણે સ્‍વીકાર્યું કે, જીત તો જીત છે, પણ સાચું કહું તો અમારા બોલરો હજુ થોડું સારું પ્રદર્શન કરી શક્‍યા હોત. અમે આટલો મોટો સ્‍કોર બનાવ્‍યો હોવા છતાં વિરોધી ટીમે ૧૮૦થી વધુ રન કર્યા તે બાબતને અમે ગંભીરતાથી લઈશું અને આગળના મેચમાં તેમાં સુધારો કરવાનો પ્રયાસ કરીશું.

 સૂર્યાએ ઝિમ્‍બાબ્‍વેના બેટર્સના, ખાસ કરીને બ્રાયન બેનેટ (અણનમ ૯૭) ના મુક્‍તકંઠે વખાણ કર્યા. તેણે કહ્યું કે, પિચ બેટિંગ માટે સારી હતી પણ બેનેટ અને સિકંદર રઝાએ જે રીતે સ્‍માર્ટ બેટિંગ કરી તેનું શ્રેય તેમને મળવું જોઈએ.

(3:41 PM IST)