હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમુક લોકો નકારત્મકતા શા માટે ફેલાવી રહ્યા છેઃ શ્રીલંકન કેપ્ટન દાસુન શનાકા
સરકાર ભવિષ્યના ખેલાડીઓ માટે નકારાત્મકતાને રોકી શકે તો એ તેમના માનસિક સ્વાસ્થ્ય માટે સારૂ રહેશે

નવી દિલ્હીઃ ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬માં શ્રીલંકાની ટીમ ટ્રોફીની રેસમાંથી આઉટ થઈ ગયા બાદ શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ કહ્યું કે ટીમની આસપાસ ઘણી નકારાત્કતા હતી અને કેટલાક ખેલાડીઓની ફિટનેસ-સમસ્યાઓ શ્રીલંકાની હારના મુખ્ય કારણ હતા. અમે ક્રિકેટર્સ ગમે એટલા સકારાત્મક રહેવાનો પ્રયાસ કરીએ પણ બહાર નકારાત્મકતા હોય જ છે. શ્રીલંકન ક્રિકેટ માટે આ એક મોટું નુકસાન છે.
ક્રિેકેટ એકમાત્ર મત છે જે આપણી પાસે છે અને મને ખબર નથી કે આપણે એને બચાવી શકીશું કે નહીં જો તમે સ્ટેડિયમની બહાર જુઓ તો તમને ઘણા લોકો માઈક્રોફોન સાથે ઉભેલા જોવા મળશે. તેઓ મેચ જોવા વિના કંઈ પણ કહેતા હોય છે. તેઓ નકારાત્મકતા શા માટે ફેલાવી રહ્યા છે.
હા, અમે વર્લ્ડ કપ હારી ગયા અને અમે એનું કારણ જાણીએ છીએ. દરેક વ્યક્તિ ચિંતિત છે. એના વિશે વાત કરવા કરતાં નકારાત્મકતા વધુ પ્રચલિત થઈ છે. અમે રમીશું અને જતા રહીશું. પરંતુ જો સરકાર ભવિષ્યના ખેલાડીઓ માટે આ નકારાત્મકતાને પણ રોકી શકે તો એ તેમના માનસિક સ્વાસ્થ્ય માટે સારું રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
