<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

ચેન્નાઇના કેમ્‍પમાં ધોનીની મસ્‍તી

નવી દિલ્‍હીઃ ચેન્નાઈ સુપર કિગ્‍સ ટીમે આઇપીએલ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. કેમ્‍પમાં બધાની નજર હજુ પણ દિગ્‍ગજ મહેન્‍દ્ર સિહ ધોની પર છે. સોશિયલ મીડીયામાં ચેન્નાઈ સુપર કિંગ્‍સે ધોનીનો એક મસ્‍તી વાળો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે અમ્‍પાયર તરીકે કામ કરતો અને વાઈડ બોલનો ઈશારો કરતો જોવા મળે છે. જેમાં  ધોની બેટિગ કરતો જોવા મળે છે. આ સમયે એક બોલ વાઈડ આવતા ધોની મસ્‍તીના અંદાજમાં વાઈડ સિગ્નલ કરવા લાગ્‍યો હતો. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. કેટલાક ચાહકો તેને ધોનીનો ડાન્‍સ પણ કહી રહ્યા છે

(10:18 AM IST)