તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th March 2026
વાનખેડેમાં 'મૌન'નો માસ્ટરપ્લાન! સેમ કરને આપી પેટ કમિન્સ જેવી ભયાનક ચેતવણી, શું મુંબઈગરાઓને શાંત કરી શકશે ઈંગ્લેન્ડ?
સેમ કરને ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સની યાદ અપાવતા કહ્યું છે કે, તે સેમીફાઈનલ દરમિયાન વાનખેડેના ગુંજતા અવાજને શાંત કરી દેશે

મુંબઈ: ટી20 વર્લ્ડકપ 2026ની સેમીફાઈનલ પહેલા જ મેદાનની બહાર રણશિંગુ ફૂંકાઈ ગયું છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેના મહામુકાબલા અગાઉ ઈંગ્લિશ ઓલરાઉન્ડર સેમ કરને ભારતીય ચાહકોને સીધો પડકાર ફેંક્યો છે. કરને ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સની યાદ અપાવતા કહ્યું છે કે, તે સેમીફાઈનલ દરમિયાન વાનખેડેના ગુંજતા અવાજને શાંત કરી દેશે.
પેટ કમિન્સનો રસ્તો પકડ્યો!
યાદ કરો 2023નો વન-ડે વર્લ્ડકપ, જ્યારે પેટ કમિન્સે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક લાખથી વધુ ભારતીયોને 'શાંત' કરવાની વાત કરી હતી અને કરી બતાવ્યું હતું. હવે તે જ માનસિક રમત સેમ કરન રમી રહ્યો છે. વાનખેડે સ્ટેડિયમમાં ભારતીય ફેન્સનો જે જોશ જોવા મળે છે, તેને તોડવાનો પ્લાન ઈંગ્લેન્ડના આ ખેલાડીએ ઘડી લીધો છે.
'અમે વાનખેડેને શાંત કરી દઈશું'
એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સેમ કરને આત્મવિશ્વાસ સાથે જણાવ્યું કે, "ભારતમાં રમવાનો રોમાંચ અલગ હોય છે, પણ અમારો લક્ષ્ય સ્પષ્ટ છે. જેમ કમિન્સે કર્યું હતું, તેમ અમે પણ સ્ટેડિયમના ગુંજારવને મૌનમાં ફેરવી દઈશું. જો અમે વહેલી વિકેટો ઝડપીશું તો સ્ટેડિયમ આપોઆપ શાંત થઈ જશે."
ભારતીય ફેન્સનો વળતો પ્રહાર
સેમ કરનના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ભારતીય ચાહકોએ તેને આડે હાથ લીધો છે. મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ ટીમ ઈન્ડિયાનો ગઢ ગણાય છે અને અહીં ફેન્સનો અવાજ જ વિરોધી ટીમોનું મનોબળ તોડવા માટે કાફી હોય છે. હવે જોવાનું એ રહેશે કે મેદાન પર કોનું જોર ચાલશે.
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
