News of Thursday, 5th March 2026
વાનખેડેમાં ખેલાશે ‘સેમિફાઇનલ’નો મહાસંગ્રામ: રનનો વરસાદ થશે કે બોલરો મચાવશે કહેર? ભારત-ઇંગ્લેન્ડ ટક્કર પહેલા જાણો પિચનો મિજાજ
સૂર્યકુમાર યાદવ અને હેરી બ્રુક વચ્ચે રણનીતિની જંગ; વાનખેડેની લાલ માટી પર બેટ્સમેનોની ચાંદી, શું ટોસ જીતનાર ટીમ બનશે સિકંદર?

મુંબઈ, તા. ૦૫: આજે સાંજે ૭:૦૦ વાગ્યે જ્યારે મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલ શરૂ થશે, ત્યારે આખું વિશ્વ આ મેચ પર નજર રાખીને બેઠું હશે. આ સતત ત્રીજો વર્લ્ડ કપ છે જ્યાં આ બંને દિગ્ગજ ટીમો સેમિફાઇનલમાં ટકરાઈ રહી છે. વાનખેડેની પિચ હંમેશાથી બેટ્સમેનોનું સ્વર્ગ માનવામાં આવે છે અને આજના હાઈ-સ્ટેક મુકાબલામાં પણ કંઈક આવું જ જોવા મળી શકે છે.
પિચ રિપોર્ટ: બેટ્સમેનો માટે ‘હાઈવે’ અને બોલરો માટે પડકાર
વાનખેડેની પિચ પર આછું ઘાસ જોવા મળી રહ્યું છે, જેનો અર્થ છે કે શરૂઆતની ઓવરોમાં જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહ જેવા પેસર્સને થોડો ઉછાળ અને સ્વિંગ મળી શકે છે. જોકે, જેમ જેમ રમત આગળ વધશે તેમ બેટ્સમેનો માટે રન બનાવવા સરળ બનશે. વાનખેડેની બાઉન્ડ્રી નાની હોવાથી અહીં સિક્સરનો વરસાદ થવો લગભગ નિશ્ચિત છે. મોર્ને મોર્કેલના મતે અહીં ૨૦૦ની આસપાસનો સ્કોર જોવા મળી શકે છે. ખાસ કરીને અભિષેક શર્મા જેવા વિસ્ફોટક ઓપનર પાસેથી ભારતને ધમાકેદાર શરૂઆતની અપેક્ષા રહેશે.
ટોસની ભૂમિકા અને આંકડાની રમત
વાનખેડેમાં રમાયેલી છેલ્લી ૧૬ T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં, ટોસ જીતનાર ટીમનો જીતવાનો દર ૬૨.૫૦% રહ્યો છે. અહીં પ્રથમ બેટિંગ કરનાર ટીમનો સરેરાશ સ્કોર ૧૮૭ રન છે. રાત્રે ઝાકળ (Dew) ની શક્યતાને જોતા, ટોસ જીતનાર કેપ્ટન પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે જેથી બીજી ઇનિંગમાં બેટિંગ કરવી સરળ રહે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેના ૨૯ મુકાબલામાં ભારત ૧૭-૧૨ થી આગળ છે, પરંતુ સેમિફાઇનલના દબાણમાં જે ટીમ શાંત રહેશે તે જ ફાઇનલમાં પ્રવેશશે.
ભારતની સંભવિત પ્લેઈંગ-૧૧:
અભિષેક શર્મા, સંજુ સેમસન (WK), ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ (C), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ.
(4:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
