<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

અક્ષર પટેલે બાઉન્ડ્રી પર શાનદાર કેચ પકડયો

 

નવી દિલ્હીઃઅર્શદીપ સિંહની બોલિંગમાં વિલ જેકસે બાઉન્ડ્રી તરફ મોટો શોટ રમતા સિકસ ફટકારવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે બાઉન્ડ્રી લાઈન પર દોડીને આવીને અક્ષર પટેલે અશકય લાગતો કેચ પકડ્યો હતો. અક્ષર પટેલના હાથમાં બોલ આવ્યો ત્યારે તેનું સંતુલન બગડ્યું હતું અને તે બાઉન્ડ્રી લાઈન ઓળંગી જાય તેમ હતો. આ દરમિયાન તેણે બાઉન્ડ્રી લાઈન પર પડે તે પહેલા તુરંત બોલને હવામાં ઉછાળીને પાસે ઉભેલા શિવમ દુબે તરફ ફેંકયો હતો અને પોતે બાઉન્ડ્રીની બહાર પડ્યો હતો.

શિવમ દુબેએ આ કેચ સફળતાપૂર્વક ઝીલી લેતા વિલ જેકસની મહત્વની વિકેટ ભારતને મળી હતી. વિલ જેકસે આક્રમક બેટિંગ કરતા ૨૦ બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૩૫ રન બનાવ્યા હતા. અક્ષર પટેલની આ ફિલ્ડિંગના સોશિયલ મીડિયા પર ફેન્સ દ્વારા ખૂબ જ વખાણ કરવામાં આવી રહ્યા છે

(11:00 AM IST)