તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th March 2026
વિશ્વનું સૌથી મોટુ સ્ટેડીયમભારત માટે લકી ચાર્મ સાબિત થશે ?
આજે મેદાનમાં ર૦ર૩ વન-ડે વર્ડકપની ફાઇનલમાં ભારત હાર્યુ હતું: નિર્ણાયક જંગમાં નસીબ કેમ સાથ આપતું નથી ?

અમદાવાદઃ વિશ્વના સૌથી ભવ્ય અને ૧.૩૨ લાખની ક્ષમતા ધરાવતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જયારે પણ હાઈ-વોલ્ટેજ અને ‘કરો અથવા મરો' જેવી મેચો રમાઈ છે, ત્યારે આંકડાઓ ભારત માટે ચિંતાજનક રહ્યા છે. તાજેતરના વર્ષોમાં ખાસ કરીને આઈસીસી ટુર્નામેન્ટની ફાઈનલ અને મહત્વની મેચોમાં ટીમ ઈન્ડિયાના વિજય રથને અહીં બ્રેક વાગી છે.
(૧) ૨૦૨૩ વન-ડે વર્લ્ડ કપ ફાઈનલઃ સૌથી મોટો આદ્યાત
ભારતીય ક્રિકેટ ઈતિહાસનો સૌથી મોટો પરાજય કદાચ ૧૯ નવેમ્બર ૨૦૨૩ના રોજ આ જ મેદાન પર નોંધાયો હતો. આખા ટુર્નામેન્ટમાં સતત ૧૦ મેચ જીતીને અજેય રહેલી ટીમ ઈન્ડિયા ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાઈ હતી. ૧.૩૦ લાખ પ્રેક્ષકોની હાજરીમાં ભારત માત્ર ૨૪૦ રન બનાવી શક્યું અને ટ્રેવિસ હેડની સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ ૬ વિકેટે મેચ જીતી ભારતનું ત્રીજી વખત વિશ્વ વિજેતા બનવાનું સપનું રોળી નાખ્યું હતું.
(૨) ૧૯૮૩:પ્રથમ ટેસ્ટ મેચમાં જ પરાજયનો સ્વાદ
આ મેદાન (તત્કાલીન મોટેરા) પર રમાયેલી સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચમાં પણ ભારતને પરાજય મળ્યો હતો. નવેમ્બર ૧૯૮૩માં વેસ્ટ ઈન્ડિઝ સામેની આ મેચમાં કપિલ દેવની ૯ વિકેટો છતાં ભારત ૧૩૮ રનથી હારી ગયું હતું. વર્લ્ડ કપ જીત્યા બાદ રમાયેલી આ મહત્વની સીરીઝમાં આ હાર દ્યણી ખટકી હતી.
(૩) ૨૦૨૬ ટી૨૦ વર્લ્ડ કપ (સુપર ૮): દક્ષિણ આફ્રિકા
સામે હાર
તાજેતરના આંકડાઓ મુજબ, ફેબ્રુઆરી ૨૦૨૬માં રમાયેલા ટી૨૦ વર્લ્ડ કપના સુપર ૮ રાઉન્ડમાં પણ ભારતનું પ્રદર્શન આ મેદાન પર નિરાશાજનક રહ્યું હતું. દક્ષિણ આફ્રિકા સામેની મહત્વની મેચમાં ભારત માત્ર ૧૧૧ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું અને ૭૬ રનથી પરાજય વેઠવો પડ્યો હતો, જેના કારણે સેમીફાઈનલના સમીકરણો મુશ્કેલ બન્યા હતા.
નિર્ણાયક મેચોના કેટલાક મુખ્ય આંકડાઃ
& વર્ષ & વિરોધી ટીમ & મેચનો પ્રકાર & ,પરિણામ ૧૯૮૩ વેસ્ટ ઈન્ડિઝ , પ્રથમ ટેસ્ટ (મોટેરા), ભારત ૧૩૮ રનથી હાર્યુ, ૧૯૮૪: ઓસ્ટ્રેલિયા,પ્રથમ વન-ડે (મોટેરા), ભારત ૭ વિકેટે હાર્યું , ૨૦૨૩: ઓસ્ટ્રેલિયા , વર્લ્ડ કપ ફાઈનલ , ભારત ૬ વિકેટે હાર્યું , ૨૦૨૬ : દક્ષિણ આફ્રિકા ટી૨૦ વર્લ્ડ કપ (સુપર ૮), ભારત ૭૬ રનથી હાર્યું,
શું આ મેદાન ભારત માટે ‘અનલકી' છે?
જોકે, એવું નથી કે ભારત અહીં ક્યારેય જીત્યું નથી. ૨૦૧૧ના વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઈનલમાં ભારતે આ જ મેદાન પર ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું અને ૨૦૨૩ના વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે પણ ભવ્ય વિજય મેળવ્યો હતો. પરંતુ જયારે વાત ‘ફાઇનલ' કે ‘નિર્ણાયક નોક-આઉટ' મેચની આવે છે, ત્યારે સ્ટેડિયમનું દબાણ અથવા નસીબ ભારતની વિરુદ્ધ જતું જોવા મળ્યું છે.
ખેલ જગતના વિશ્લેષકો માને છે કે વિશાળ સ્ટેડિયમમાં હોમ ક્રાઉડની અપેક્ષાઓનું ભારે દબાણ ક્યારેક ખેલાડીઓના પ્રદર્શન પર વિપરીત અસર કરે છે. આગામી સમયમાં ભારત આ મેદાન પર મોટી ફાઈનલ જીતીને આ ‘મિથ' તોડશે તેવી ચાહકો આશા રાખી રહ્યા છ.
(2:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
