તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th March 2026
અર્શદીપ મિશેલ સામે બોલ ફેંક્યો, બાદમાં માફી માંગી

નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડના રન ચેઝ દરમિયાન ફાઈનલ૧માં થોડો ડ્રામા પણ જોવા મળ્યો હતો, જ્યારે ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિહ અને ડેરીલ મિશેલ વચ્ચે ગરમાગરમી થઈ હતી. ૧૧મી ઓવરના પાંચમા બોલે અર્શદીપે ફોલો-થ્રુમાં બોલ પકડીને સ્ટમ્પ તરફ ફેંક્યો હતો, જે મિશેલના સાથળ પર વાગ્યો હતો. મિશેલ તેના કારણે ગુસ્સે ભરાયો હતો અને અર્શદીપ તરફ ઈશારા કરીને આગળ આવ્યો હતો. સૂર્યકુમારે તાત્કાલિક દખલગીરી કરીને મિશેલને શાંત પાડ્યો હતો. જ્યારે અમ્પાયરે અર્શદીપ સાથે વાત કરી હતી. ઓવર પૂરી થયા બાદ અર્શદીપે તરત જ માફી માંગી હતી અને મિશેલ સાથે હાથ મિલાવીને તેને સાઇડ હગ કર્યું હતું. હર્ષ ભોગલે સાથેના ઇન્ટરવ્યુમાં આ ઘટના પર અર્શદીપે કહ્યું: ‘‘હું મિશેલને સોરી કહેવા ગયો હતો. જ્યારે મેં બોલ ફેંક્યો ત્યારે તે રિવર્સ સ્વિંગ થયો અને તેને વાગી ગયો હતો. આ ટીમમાં ઘણા મેચ વિનર્સ છે અને આ પરિણામ સોનામાં સુગંધ ભળવા સમાન છે. એક બોલર તરીકે અમારો રોલ એ જ છે કે જો અમે ૨૫૦ સ્કોર કરીએ તો વિરોધી ટીમને તેનાથી ઓછામાં રોકવી જરૂરી હતી
(2:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
