તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th March 2026
બૂમરાહ- અક્ષર-હાર્દિક જીતના હિરો

નવી દિલ્હીઃ મેચની ખાસિયત એ રહી કે ન્યૂઝીલેન્ડને ઢેર કરવામાં ગુજરાતના ત્રણેય સ્ટાર ખેલાડીઓનો સિંહફાળો રહ્યો. જસપ્રિત બુમરાહ પોતાની આગવી શૈલીમાં બોલિંગ કરતા બુમરાહે માત્ર થોડા રન આપીને ૪ મહત્વની વિકેટ ઝડપી હતી. તેના યોર્કર સામે ન્યૂઝીલેન્ડના ટોપ ઓર્ડર પાસે કોઈ જવાબ નહોતો. અક્ષર પટેલ સ્પિનના જાદુગર અક્ષરે મધ્યમ ઓવરોમાં અંકુશ મેળવીને ૨ વિકેટ ઝડપી અને રન ગતિ રોકી દીધી હતી. હાર્દિક પંડ્યા ઓલરાઉન્ડર હાર્દિકે ટીમને બ્રેક-થ્રુ અપાવતા ૧ વિકેટ લીધી હતી અને શાનદાર ફિલ્ડિંગનું પ્રદર્શન કર્યું હતું.
(2:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
