<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

બીસીસીઆઇનો મહા જેકપોટ : ટીમ ઇન્‍ડિયાના વિજયવીરો પર થશે ૧૩૧ કરોડનો ‘અભિષેક'

બોર્ડ ખેલાડીઓને ૧૩૧ કરોડ રૂપિયા આપશે : ગત વર્લ્‍ડકપની સરખામણીએ આ વખતે ૬ કરોડ વધુ આપશે

નવી દિલ્‍હી : આઇસીસી મેન્‍સ ટી૨૦ વર્લ્‍ડ કપ ૨૦૨૬માં ઐતિહાસિક વિજય મેળવ્‍યા બાદ ભારતીય ટીમ પર ઈનામોનો વરસાદ થયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ટીમ ઈન્‍ડિયા માટે ૧૩૧ કરોડ રૂપિયાના રોકડ પુરસ્‍કારની જાહેરાત કરવામાં આવી છે. આ માતબર રકમ ખેલાડીઓ, કોચિંગ સ્‍ટાફ અને પસંદગીકારો વચ્‍ચે વહેંચવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૪માં વર્લ્‍ડ કપ જીત્‍યા બાદ ટીમને ૧૨૫ કરોડ રૂપિયા આપવામાં આવ્‍યા હતા, જેની સરખામણીએ આ વખતે ૬ કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્‍યો છે.

શાનદાર પ્રદર્શન સાથે ટીમ ઈન્‍ડિયા હવે ટી૨૦ વર્લ્‍ડ કપના ઈતિહાસની સૌથી સફળ ટીમ બની ગઈ છે. ભારતે અત્‍યાર સુધીમાં કુલ ૩ વાર(૨૦૦૭, ૨૦૨૪ અને ૨૦૨૬) આ ટ્રોફી જીતી છે. અત્‍યાર સુધી વેસ્‍ટ ઇન્‍ડિઝ અને ઈંગ્‍લેન્‍ડ ૨-૨ વાર આ ખિતાબ જીતી ચૂકયા છે, પરંતુ હવે ભારત ૩ ખિતાબ સાથે મોખરે છે. બીસીસીઆઇએ ખેલાડીઓ અને સપોર્ટ સ્‍ટાફને અભિનંદન પાઠવતા જણાવ્‍યું હતું કે, આ જીત ભારતીય ક્રિકેટ માટે અત્‍યંત ગૌરવની ક્ષણ છે. 

 

(3:46 PM IST)