તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th March 2026
હવે 2028ના લોસ એન્જલસ ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતવાનો સુર્યકુમારનો લક્ષ્ય :ધોનીએ આપી ખાસ સલાહ
આગામી સમયમાં યુવા પ્રતિભાઓ અને અનુભવી ખેલાડીઓના મિશ્રણ સાથે ટીમ ઈન્ડિયા આ નવા લક્ષ્યોને પાર પાડવા માટે સજ્જ

ભારતીય ટી-20 ટીમના સુકાની સૂર્યકુમાર યાદવે તાજેતરની વિશ્વ વિજેતા તરીકેની સફળતા બાદ હવે 2028ના લોસ એન્જલસ ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતવા પર પોતાની નજર ટકાવી છે. મુંબઈમાં એક ખાસ વાતચીત દરમિયાન સૂર્યાએ સ્પષ્ટ કર્યું હતું કે ટીમ ઈન્ડિયાનો આગામી મિશન માત્ર દ્વિપક્ષીય શ્રેણીઓ જીતવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ ઓલિમ્પિક જેવા વૈશ્વિક મંચ પર ભારતનું ત્રિરંગો લહેરાવવાનો છે. નોંધનીય છે કે 128 વર્ષના લાંબા ગાળા બાદ ક્રિકેટની ફરીથી ઓલિમ્પિકમાં એન્ટ્રી થઈ રહી છે, જે ભારતીય ક્રિકેટ માટે એક ઐતિહાસિક તક સાબિત થશે.
વર્ષ 2028 ભારતીય ક્રિકેટ માટે ડબલ ધમાકા સમાન સાબિત થશે કારણ કે તે જ વર્ષે ICC મેન્સ ટી-20 વર્લ્ડ કપ પણ યોજાનાર છે. સૂર્યકુમારે આત્મવિશ્વાસ સાથે જણાવ્યું કે ટીમ ઈન્ડિયાનો લક્ષ્યાંક ટી-20 વિશ્વકપમાં જીતની હેટ્રિક નોંધાવવાનો અને સાથે ઓલિમ્પિક પોડિયમ પર ટોચનું સ્થાન મેળવવાનો છે. આ ભવ્ય વિજય પાછળ પૂર્વ સુકાની MS Dhoni ના માર્ગદર્શનનો પણ મોટો ફાળો રહ્યો છે.
સૂર્યાએ ખુલાસો કર્યો કે ટુર્નામેન્ટ અગાઉ ધોની સાથેની મુલાકાતમાં 'કેપ્ટન કૂલે' તેને નીડર થઈને રમવાની સલાહ આપી હતી, જેણે ખેલાડીઓના મનોબળમાં વધારો કર્યો હતો. ઘરઆંગણે આઈસીસી ટ્રોફી જીતવી એ કોઈ પણ ખેલાડી માટે જીવનનું સૌથી મોટું સપનું હોય છે અને સૂર્યકુમાર મુજબ ભારતીય પ્રશંસકો સામે આ સિદ્ધિ મેળવવી એ ગૌરવની ક્ષણ છે. આગામી સમયમાં યુવા પ્રતિભાઓ અને અનુભવી ખેલાડીઓના મિશ્રણ સાથે ટીમ ઈન્ડિયા આ નવા લક્ષ્યોને પાર પાડવા માટે સજ્જ દેખાઈ રહી છે.
(8:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
