<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th March 2026

૨૮મીથી આઇપીએલનો પ્રારંભ, ૩૧મી મેંના ફાઇનલ?: આવતીકાલે ૨૦ મેચોનું શેડયુલ જાહેર થશે

બેંગ્‍લુરૂ અને પંજાબ વચ્‍ચે પ્રથમ મેચ રમાય તેવી શકયતાઃ જો કે સત્તાવાર જાહેરાત હજુ બાકી

નવી દિલ્‍હીઃ બીસીસીઆઇ એ પુષ્ટી કરી હતી કે આઇપીએલ ૨૦૨૬નું શિડ્‍યૂલ ૧૨ માર્ચે જાહેર કરવામાં આવશે. શરૂઆતમાં શિડ્‍યૂલ ૮ માર્ચે સમાપન સમારોહ પહેલા જાહેર થવાનું હતું પરંતુ તે દિવસે શિડ્‍યૂલ જાહેર કરવામાં આવ્‍યું ન હતું.

સમાચાર એજન્‍સી આઇએનએસ અનુસાર, બીસીસીઆઇ સચિવે જણાવ્‍યું હતું કે આઇપીએલ ૨૦૨૬નું શિડ્‍યૂલ ૧૨ માર્ચે જાહેર કરવામાં આવશે અને પ્રથમ તબક્કામાં ફક્‍ત ૨૦ મેચો જ શિડ્‍યૂલ કરવામાં આવશે. અગાઉના અહેવાલમાં જણાવાયું હતું કે શિડ્‍યૂલ બે તબક્કામાં જાહેર કરવામાં આવશે. શિડ્‍યૂલ હજુ સુધી જાહેર કરવામાં આવ્‍યું નથી પરંતુ અહીં કઈ ટીમો વચ્‍ચે પ્રથમ મેચ રમશે.

આઇપીએલ ૨૦૨૬ના સત્તાવાર બ્રોડકાસ્‍ટરે જાહેરાત કરી હતી કે આગામી સીઝન ૨૮ માર્ચે શરૂ થશે. જોકે, પ્રથમ મેચ અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્‍યું નથી.

કેટલાક મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર, સીઝનની પહેલી મેચ રોયલ ચેલેન્‍જર્સ બેંગલુરુ અને પંજાબ કિગ્‍સ વચ્‍ચે રમાઈ શકે છે. નિયમો મુજબ, સીઝનની પહેલી મેચ ડિફેન્‍ડિંગ ચેમ્‍પિયન ટીમના હોમ ગ્રાઉન્‍ડ પર રમાય છે. આનો અર્થ એ થયો કે આઇપીએલ ૨૦૨૬ની પહેલી મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્‍વામી સ્‍ટેડિયમમાં રમાશે.

બીસીસીઆઇ સેક્રેટરી દેવજીત સૈકિયાએ કહ્યું હતું કે, અમે ૧૨ જૂને આઇપીએલ ૨૦૨૬ના શિડ્‍યૂલની જાહેરાત કરવાની યોજના બનાવી રહ્યા છીએ. હાલમાં અમે ૨૦ દિવસનું શિડ્‍યૂલ જાહેર કરવા જઈ રહ્યા છીએ.

ઇએસપીએનફ્રીઇન્‍ફ્રો માં પ્રકાશિત એક અહેવાલમાં જણાવાયું છે કે ૨૦૨૬ આઇપીએલ  ૨૮ માર્ચે શરૂ થશે. આ ટુર્નામેન્‍ટ મૂળ રીતે બે દિવસ પહેલા, ૨૬ માર્ચે શરૂ થવાની હતી.

ટુર્નામેન્‍ટની ટાઇટલ મેચ ૩૧ મેના રોજ રમાશે. એવું માનવામાં આવે છે.

(3:55 PM IST)