તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Wednesday, 11th March 2026
મને ખબર નથી કે તમારા વગરની જિંદગી કેવી રીતે ચાલશે, મને દરેક પગલે તમારી જરૂર પડશે
રિન્કુસિંહે પિતા માટે લખી ભાવુક પોસ્ટ

નવી દિલ્હી : રિન્કુ સિંહે મેન્સ ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ જીત્યા બાદ પોતાના સ્વર્ગસ્થ પિતા ખાનચંદ સિંહ માટે એક ભાવુક પોસ્ટ લખી છે.
રિન્કુ સિંહે ઇન્સ્ટાગ્રામ પર ભાવુક પોસ્ટમાં લખ્યું હતું કે ‘મેં કયારેય મારા પિતા સાથે વાત કર્યા વિના આટલા દિવસ નથી વિતાવ્યા. મને ખબર નથી કે તમારા વગરની જિંદગી કેવી રીતે ચાલશે, મને દરેક પગલે તમારી જરૂર પડશે. તમે શીખવ્યું હતું કે ફરજ હંમેશાં પહેલાં આવે છે.
એથી હું મેદાન પર માત્ર તમારા સ્વપ્નને પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. હવે તમારું સ્વપ્નને પૂર્ણ થયું છે તો બસ એવું જ લાગે છે કે કાશ તમે મારી સાથે હોત. દરેક નાની-મોટી ખુશીમાં તમારી ખોટ વર્તાશે. ખૂબ જ મિસ કરીશ તમને પપ્પા, ખૂબ જ.'
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
