તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th March 2026
કેપ્ટનશીપ તો દૂરની વાત, શુભમન ગિલ માટે ટીમ ઈન્ડિયામાં જગ્યા પણ નથીઃ આકાશ ચોપરા
જોજો એવું ન થાય કે આપણે બેસ્ટ બેટસમેનને ખોઇન બેસીએ

નવી દિલ્હી : વર્લ્ડ કપ પૂરો થયા બાદ ક્રિકેટ એક્સપર્ટ આકાશ ચોપરાએ યુવા શુભમન ગિલને લઈને મોટો દાવો કર્યો છે. તેમના મતે હવે શુભમન ગિલ માટે ટી૨૦ ટીમ ઈન્ડિયામાં વાપસી કરવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. ટીમમાં તેમની જગ્યા બની રહી નથી.
આકાશ ચોપરા પોતાના બેબાક અભિપ્રાય અને ક્રિકેટ એક્સપર્ટાઈઝ માટે જાણીતા છે. તેમણે પોતાની યુટયુબ ચેનલ પર શુભમન ગિલ વિશે વાત કરતા કહ્યું કે શુભમન ગિલ માટે હવે ઘણું મુશ્કેલ થવાનું છે. ટીમ ઈન્ડિયાની વિચારધારા એવી હતી કે તેમને ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન બનાવવામાં આવે, પરંતુ એવું થઈ શકયું નહીં. હવે તેમને ટી૨૦ની કેપ્ટનશીપ મળવાની તો રહી, પણ અત્યારે તો ટીમમાં જગ્યા બનાવવી પણ મુશ્કેલ દેખાઈ રહી છે. ગિલ પોતાની જાતને અપડેટ કરી શકે છે અને બદલી શકે છે, પરંતુ એવું ન થાય કે આ ચક્કરમાં આપણે ‘બેસ્ટ બેટ્સમેન' શુભમન ગિલને ખોઈ બેસીએ. ગિલ વનડેમાં એક મહાન ખેલાડી બની શકે છે, જે આપણે ગુમાવવો જોઈએ નહીં.
(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
