<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

રવિવારે BCCI નમન એવોર્ડસ સમારોહ

આઇસીસી ટ્રોફી જીતનાર પાંચ ભારતીય ટીમનું સન્‍માન કરાશે

નવી દિલ્‍હી : રવિવારે, ૧૫ માર્ચે દલ્‍હીમાં ભારતીય ક્રિકેટ બોર્ડનો વાર્ષિક ‘BCCI નમન અવૉર્ડ્‍સઁ સમારોહ યોજાવાનો છે. આ સમારોહ દરમ્‍યાન બોર્ડ દ્વારા તાજેતરમાં આઇસીસી ટ્રોફી જીતનાર પાંચ ભારતીય ટીમનું સન્‍માન કરવામાં આવશે.

ખેલાડીઓને વધુ તકલીફ ન પડે એટલે ઍરપોર્ટની બાજુમાં જ આવેલી એક ફાઇવસ્‍ટાર હોટેલમાં યોજાનારા આ સમારોહમાં રવિવારે ટી૨૦ મેન્‍સ વર્લ્‍ડ કપ જીતનાર સૂર્યકુમાર યાદવની ટીમ ઉપરાંત ગયા વર્ષે ચેમ્‍પિયન્‍સ ટ્રોફી જીતનાર ટીમ ઇન્‍ડિયા તેમ જ પ્રથમ વાર મહિલા વન-ડે વર્લ્‍ડ કપ જીતનાર હરમનપ્રીત કૌર ઍન્‍ડ કંપની તેમ જ અન્‍ડર-૧૯ વર્લ્‍ડ કપ જીતનાર બૉય્‍ઝ અને ગર્લ્‍સની ટીમોને નવાજવામાં આવશે

(3:39 PM IST)