<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

કાવ્‍યા મારનની ટીમે પાકિસ્‍તાની સ્‍પિનર રૂા.૨.૩૪ કરોડમાં ખરીદ્યો

સોશિયલ મીડિયા પર મચી ખલબલી : IPLમાં પાકિસ્‍તાની ક્રિકેટરો પર પ્રતિબંધ મુકાયા બાદ કદાચ આ પ્રથમ વખત છે, જ્‍યારે ભારત સાથે જોડાયેલી કોઈ ફ્રેન્‍ચાઇઝીએ પાકિસ્‍તાની ક્રિકેટરને સાઈન કર્યો હોય

હૈદ્વાબાદ તા.૧૩: IPL ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદની સિસ્‍ટર ફ્રેન્‍ચાઇઝી સનરાઇઝર્સ લીડ્‍સે ગુરુવારે ધ હન્‍ડ્રેડના પ્રથમ ઓક્‍શનમાં પાકિસ્‍તાની સ્‍પિનર અબરાર અહમદને સાઈન કર્યો છે. આ સાથે જ તેમણે હાલમાં જ ભારતીય ટીમના માલિકોના તે નિયમને તોડી નાખ્‍યો છે, જેમાં તેઓ દુનિયાભરની સૌથી મોટી ટી૨૦ લીગમાં કોઈપણ પાકિસ્‍તાની ખેલાડીને સાઈન કરવાની મનાઈ કરી દેતા હતા. અબરાર અહમદનું નામ ટિયર ૨ સ્‍પિનર્સ સેટના અંતમાં ઓક્‍શનમાં આવ્‍યું હતું.

સનરાઇઝર્સ લીડ્‍સે ટ્રેન્‍ટ રોકેટ્‍સ સામે લાંબી બોલી લગાવી અને :૧૯૦,૦૦૦ (આશરે રૂા.૨.૩૪ કરોડ)ની બોલી લગાવીને પાકિસ્‍તાની ખેલાડીને ખરીદ્યો છે. ૨૭ વર્ષીય અબરાર અહમદ એક લેગ-સ્‍પિનર છે, જેમણે પાકિસ્‍તાન માટે ૪૬ ટેસ્‍ટ, ૨૮ ODI અને ૫૨ ટી20I વિકેટ ઝડપી છે. અબરાર અહમદ હાલમાં જ યોજાયેલા ટી૨૦ વર્લ્‍ડ કપ ૨૦૨૬માં પાકિસ્‍તાની ટીમનો સભ્‍ય હતો. સનરાઇઝર્સ લીડ્‍સના અબરાર અહમદને ખરીદવાના નિર્ણયથી ભારતમાં ઘણા લોકો નારાજ જોવા મળી રહ્યા છે.

IPLમાં પાકિસ્‍તાની ક્રિકેટરો પર પ્રતિબંધ મુકાયા બાદ કદાચ આ પ્રથમ વખત છે, જ્‍યારે ભારત સાથે જોડાયેલી કોઈ ફ્રેન્‍ચાઇઝીએ પાકિસ્‍તાની ક્રિકેટરને સાઈન કર્યો હોય. આ પહેલીવાર હશે જ્‍યારે અબરાર અહમદ યુરોપમાં કોઈ ટી૨૦ લીગમાં રમશે. તેણે અત્‍યાર સુધી માત્ર પાકિસ્‍તાન સુપર લીગ (PSL), બાંગ્‍લાદેશ પ્રીમિયર લીગ (BPL) અને મેજર લીગ ક્રિકેટ (MLC)માં રમતો હતો. જો કે, તેનું રમવું પાકિસ્‍તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની મંજૂરી પર નિર્ભર રહેશે.

સનરાઇઝર્સ લીડ્‍સ સંપૂર્ણપણે ભારતીય મીડિયા ગ્રુપ સન ગ્રુપની માલિકી હેઠળ છે, જેનું નેતૃત્‍વ કલાનિધિ મારન અને તેમની પુત્રી (CEO) કાવ્‍યા મારન કરે છે. આ ફ્રેન્‍ચાઇઝી પહેલા 'નોર્ધન સુપરચાર્જર્સ' તરીકે ઓળખાતી હતી અને આ વર્ષે ભારતીય કંપનીએ હસ્‍તગત કરી છે. ધ હન્‍ડ્રેડમાં ભારતીય કંપનીઓએ ફ્રેન્‍ચાઇઝી લેતા એવી અફવાઓ ઉડી હતી કે, પાકિસ્‍તાની ખેલાડીઓને ઓક્‍શનમાં પસંદ કરવામાં આવશે નહીં, જેમ SA20 - દક્ષિણ આફ્રિકાની ટી૨૦ કોમ્‍પિટિશન અને IPLમાં થાય છે, જ્‍યાં બધા માલિકો પાસે પહેલેથી જ રમતની સૌથી મૂલ્‍યવાન ટીમો છે.

આ બાબતે પ્રતિક્રિયા આપતા ઇંગ્‍લેન્‍ડ અને વેલ્‍સ ક્રિકેટ બોર્ડ (ECB)એ ફ્રેન્‍ચાઇઝીઓ સાથે મળીને એક જોઈન્‍ટ નિવેદન જાહેર કર્યું હતું, જેમાં બધાને સાથે લઈને ચાલવાનું અને ભેદભાવ વિરોધી નીતિઓનું પાલન કરવાનું વચન આપ્‍યું હતું. ECBએ એક નિવેદનમાં કહ્યું કે, ઈંગ્‍લેન્‍ડ અને વેલ્‍સ ક્રિકેટ બોર્ડ અને ધ હન્‍ડ્રેડની તમામ આઠ ફ્રેન્‍ચાઇઝીઓ આ સુનિヘતિ કરવાના પોતાના વચનનો પુનરોચ્‍ચાર કરે છે કે, ધ હન્‍ડ્રેડને એક એવી કોમ્‍પિટિશન બની રહે જે સૌને સાથે લઈને ચાલનારી, આવકારદાયક અને દરેક માટે ખુલ્‍લી હોય.

(10:03 AM IST)