<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

આઈપીએલઃ ૭ ખેલાડીઓ ઈન્‍જર્ડ, ૪ તો ટૂર્નામેન્‍ટમાંથી બહાર

હર્ષિત રાણા, નાથન એલિસ, સેમ કરન, જેક એડવર્ડસ બહાર

નવી દિલ્‍હીઃ આઈપીએલ શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્‍યારે ક્રિકેટ રસિકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્‍યા છે. ટૂર્નામેન્‍ટ શરૂ થાય તે પહેલા જ ઇજાગ્રસ્‍ત ખેલાડીઓની યાદી સતત વધતી જઇ રહી છે. અત્‍યાર સુધીમાં કુલ ૭ ખેલાડીઓ ઇજાગ્રસ્‍ત હોવાના અહેવાલો સામે આવ્‍યા છે, જેમાંથી ૪ ખેલાડીઓ તો આખી સીઝનમાંથી બહાર થઈ ગયા છે.

હર્ષિત રાણા કેકેઆરનો ચેન્નાઈનો નાથન એલિસ, રાજસ્‍થાન રોયલ્‍સનો સેમ કરન અને હૈદરાબાદનો જેક એડવર્ડસ ટૂર્નામેન્‍ટમાંથી બહાર થઈ ગયો છે.

જ્‍યારે પેટ કમિન્‍સ, જોશ હેઝલવૂડ, લોકી ફર્ગ્‍યુસન પણ શરૂઆતના મેચોમાં જોવા મળશે નહીં.

(2:16 PM IST)