<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

શુભારંભ ૨૦૨૬: ગુજરાત ટાઈટન્‍સ દ્વારા IPL શરૂ

નવી દિલ્‍હીઃ ગુજરાત ટાઇટન્‍સે ‘શુભારંભ ૨૦૨૬' દ્વારા આઈપીએલ ૨૦૨૬ માટેની પોતાની યાત્રાનો પ્રારંભ કર્યો છે. અમદાવાદમાં યોજાયેલ આ કાર્યક્રમમાં માલિકો, ભાગીદારો અને ચાહકો એક મંચ પર એકત્રિત થયા હતા. આ પ્રસંગે ટીમના છેલ્‍લા પાંચ વર્ષની સફરને યાદ કરતાં સાથે સાથે આવનારી સિઝન માટે સ્‍પષ્ટ અને આગલી દિશામાં આગળ વધવાનો સંદેશ આપવામાં આવ્‍યો હતો. ટોરેન્‍ટ ગ્રુપના ડિરેક્‍ટર અને ગુજરાત ટાઇટન્‍સના ચેરમેન જિનલ મહેતા તેમજ ટોરેન્‍ટ ગ્રુપના ડિરેક્‍ટર અને ગુજરાત ટાઇટન્‍સના ડિરેક્‍ટર શાન મહેતા ચીફ ઓપરેટિગ ઓફિસર કર્નલ અરવિદર સિહ, હેડ કોચ આશિષ નેહરા અને ડિરેક્‍ટર ઓફ ક્રિકેટ વિક્રમ સોલંકી પણ હાજર રહ્યા હતા, આદિત્‍ય બિરલા મેનેજમેન્‍ટ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્‍ટર અનન્‍યા બિરલાએ આ  સિઝનમાં પ્રિન્‍સિપલ સ્‍પોન્‍સર તરીકે બિરલા એસ્‍ટેટ્‍સની ભૂમિકા રજૂ કરી હતી. મંદિરા બેદી દ્વારા સંચાલિત આ સાંધ્‍ય કાર્યક્રમમાં સંગીત, સંસ્‍કૃતિ અને ઉજવણીનો સમન્‍વય જોવા મળ્‍યો હતો. શુભમન ગિલના નેતૃત્‍વ હેઠળ ટીમના થિયેટ્રિકલ અનાવરણ દ્વારા સમગ્ર ટીમને મંચ પર રજૂ કરવામાં આવી હતી. ભૂમિ ત્રિવેદી અને કિજલ દવેના પર્ફોર્મન્‍સીસે આ અનુભવોને વધુ સમૃદ્ધ બનાવ્‍યો હતો, જેમાં સંગીત, નૃત્‍ય અને પરંપરાગત તત્‍વો દ્વારા રાજ્‍યની ઓળખ અને ફ્રેન્‍ચાઇઝીને વ્‍યાખ્‍યાયિત કરતી સામુદાયિક ભાવના જોવા મળી હતી

(3:40 PM IST)