<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

કિંગ કોહલીના સથવારે RCB ફરી મચાવશે ધમાલ : ફિલ સોલ્‍ટ અને વેંકેટેશ અય્‍યર બનશે ટીમના નવા ‘એક્‍સ-ફેકટર'

નવી દિલ્‍હી : હી જોવા જઈએ તો RCBમાં ઘણા એવા પ્‍લેયર છે જે તેમના પોતાના દમે મેચ જીતાડવાની ક્ષમતા રાખે છે. પરંતુ હાલની સ્‍થિતિને ધ્‍યાનમાં રાખીએ તો RCB માટે આ ત્રણ ખેલાડીઓ મહત્‍વના છે. આ ત્રણ ખેલાડીઓ એટલા માટે મહત્‍વના છે, કારણ કે તેમની પાસે અનુભવની સાથે સાથે દબાણમાં કઈ રીતે રમતને જીત સુધી લઈ જવી. સાથે સાથે આંતરરાષ્‍ટ્રીય મેચોનો પણ અનુભવ છે તેમની પાસે.

સૌથી પહેલું અને મોટું નામ વિરાટ કોહલીનું જ છે, જેમને આ યુગના ‘સર્વગુણ સંપન્ન' બેટ્‍સમેન કહેવા ખોટું નથી. તેઓ કોઈપણ પરિસ્‍થિતિમાંથી મેચ જીતાડવાનું જાણે છે, પછી ભલે તે ઓપનિંગમાં ઝડપી શરૂઆત અપાવવાની વાત હોય, મિડલ ઓવરોમાં સ્‍કોરબોર્ડને ગતિ આપવાની હોય કે ડેથ ઓવર્સમાં મેચ ફિનિશ કરવાની હોય. IPL ૨૦૨૫માં તેમણે આઠ અર્ધશતકીય ઇનિંગ્‍સ સાથે ૬૫૭ રન બનાવ્‍યા હતા. પોતાની પૂરી કરિયરમાં તેઓ ૮,૬૬૧ રન બનાવી ચૂકયા છે અને તેઓ ફરીથી ૨૦૧૬ જેવું પ્રદર્શન દોહરાવવાની ક્ષમતા ધરાવે છે, જ્‍યારે તેમણે ૯૭૩ રન ફટકારી દીધા હતા. આ આજે પણ કોઈપણ એક સીઝનમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. ઈંગ્‍લેન્‍ડના તોફાની ઓપનિંગ બૅટ્‍સમેન ફિલ સોલ્‍ટે IPL ૨૦૨૫માં ઓપનર તરીકે દમદાર રમત બતાવી હતી. તેણે આખી સીઝનની ૧૩ મેચમાં ૪૦૩ રન બનાવ્‍યા હતા. T૨૦ વર્લ્‍ડ કપ ૨૦૨૬ ટુર્નામેન્‍ટ તેના માટે સારી નહોતી રહી. પરંતુ આઇપીએલમાં આવતાની સાથે જ તેની બેટિંગની ચર્ચાઓ થવા લાગી છે. આ એ ફિલ સોલ્‍ટ છે જેણે IPL ૨૦૨૫ની ક્‍વોલિફાયર મેચમાં પંજાબ કિંગ્‍સ વિરુદ્ધ ૨૭ બોલમાં અણનમ ૫૬ રન બનાવીને બેંગલુરુને જીત અપાવીને સીધા ફાઇનલમાં પહોંચાડી હતી. વેંકટેશ અય્‍યર પર પણ બધાની નજારો હશે. તેના IPL કરિયરમાં પહેલી વાર કોલકાતા નાઇટ રાઇડર્સ નહીં પણ બીજી ટીમ માટે રમશે. બેંગલુરુની ટીમે મિની ઓક્‍શનમાં અય્‍યરને ૭ કરોડની બોલી લગાવીને ખરીદ્યો હતો.

(2:15 PM IST)