તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 27th March 2026
અમારો ટાર્ગેટ માત્ર જીતવાનો છે : ગિલ
અમે એવી ટીમ બનાવવા નથી માંગતા જે માત્ર સારી વિકેટ પર જ સારૂ પ્રદર્શન કરે

નવી દિલ્હી : આઈપીએલ-૨૦૨૬ની સીઝન શરૂ થાય તે પહેલા ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગીલે ટીમનો ટાર્ગેટ સ્પષ્ટ કરી દીધો છે.
તેણે કહ્યું કે ‘અંતે તો તમારે સામી ટીમ કરતા વધુ રન બનાવવાના હોય છે. પછી તે ભલે ૪ રન હોય કે ૧૫૦-૨૦૦ રન, અમારો ટાર્ગેટ માત્ર જીતવાનો છે. અમે કોઈ એક મેચમાં ૩૦૦-૩૫૦ રન ફટકારવાના મોહમાં નથી. અમે એવી ટીમ બનવા માંગીએ છીએ જે સતત મોટા સ્કોર બનાવે અને ટાર્ગેટ પાર પાડવાના લક્ષ્યને હાંસલ કરે.'
ગુજરાત ટાઈટન્સ માત્ર અનુકૂળ વિકેટ પર જ નહીં પરંતુ તમામ સ્થિતિમાં જીતવા માંગે છે. આ અંગે ગીલે કહ્યું કે, ‘અમે અલગ-અલગ પરિસ્થિતિઓમાં મેચ જીતવા માંગીએ છીએ.
અમે એવી ટીમ બનવા નથી માંગતા જે માત્ર સારી વિકેટ પર જ સારું પ્રદર્શન કરે.' કોચ આશિષ નેહરાએ પણ આ વાતને ટેકો આપતા કહ્યું કે ટીમ હોમ ગ્રાઉન્ડ હોય કે બહાર, દરેક સ્થિતિમાં લડાયક રહેવા તૈયાર છે.
પોતાના વ્યક્તિગત પ્રદર્શન વિશે પૂછવામાં આવતા ગીલે કહ્યું કે, ‘હું એવો વ્યક્તિ નથી જે વ્યક્તિગત લક્ષ્યો પર વધુ ધ્યાન આપે. હું દેશ માટે રમું કે ગુજરાત ટાઈટન્સ માટે, મારો હેતુ ટીમની જીતનો જ હોય છે. મારો વ્યક્તિગત ગોલ ત્યાંથી જ શરૂ થાય છે અને ત્યાં જ પૂરો થાય છે. છેલ્લી ત્રણ-ચાર સીઝનથી મારું અને ટીમનું પ્રદર્શન સારું રહ્યું છે. જો અમે આ જાળવી રાખીશું તો ફરીથી ટ્રોફી જીતી શકીશું.'
કોચ આશિષ નેહરાએ કહ્યું કે, ‘ઉપરના ક્રમના ત્રણ બેટ્સમેનોએ એટલા બધા રન બનાવ્યા હતા કે મિડલ ઓર્ડરને રમવા માટે બહુ ઓછી ઓવરો મળતી હતી. આવી સ્થિતિમાં આવીને સીધું પરફોર્મન્સ આપવું સરળ નથી હોતું. જોકે, એક-બે મેચમાં નંબર-૫ કે ૬ના ખેલાડીઓ ગેમ ફિનિશ કરી શકયા નહોતા, પણ તે કોઈ ચિંતાનો વિષય નથી
(2:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
