News of Friday, 27th March 2026
IPL ઓપનિંગ સેરેમેની રદ્ : BCCIનો ઐતિહાસીક નિર્ણય
ગત વર્ષે RCBની જીત બાદ થયેલી ભાગદોડમાં જીવ ગુમાવનાર ૧૧ માસુમોને શ્રધ્ધાંજલી આપવા મનોરંજનના કાર્યક્રમો પર બ્રેક : જોકે ફિનાલેમાં ભવ્ય મનોરંજક કાર્યક્રમ યોજાશેઃ કાલે સાંજે ૭:૩૦ વાગ્યાથી બેંગ્લુરુ અને હૈદરાબાદ વચ્ચે પ્રથમ મુકાબલો

નવી દિલ્હી : આઇપીએલની ૨૮ માર્ચથી શરૂ થવાની છે. ટુર્નામેન્ટની પહેલી મેચ RCB અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે સાંજે ૭:૩૦ વાગ્યાથી બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાશે. દરેક IPL સીઝન વિવિધ રંગીન કાર્યક્રમો સાથે ઉદ્ધઘાટન સમારોહથી શરૂ થાય છે. જોકે ૧૯મી સીઝન માટે BCCI એ ઉદ્ધઘાટન સમારોહ ન યોજવાનો નિર્ણય લીધો છે.
એક અહેવાલ મુજબ ગત સિઝનમાં RCB એ પોતાનું પહેલું IPL ટાઇટલ જીત્યા પછી ૪ જૂન, ૨૦૨૫ ના રોજ બેંગલુરુમાં થયેલી ભાગદોડમાં ૧૧ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. BCCI એ તે ઘટનાના ૧૧ પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા માટે IPL ૨૦૨૬ ના ઉદ્ધઘાટન સમારોહને રદ કરવાનો નિર્ણય લીધો છે. જોકે BCCI પાસે પ્લાન B પણ તૈયાર છે. આ વખતે ઉદ્ધઘાટન સમારોહને બદલે એક ભવ્ય સમાપન સમારોહ યોજાશે. ૩૧ મેના રોજ ભવ્ય સમાપન સમારોહ યોજવાનું આયોજન કરી રહ્યું છે.
બીસીસીઆઈના સચિવે કહ્યું કે, ગયા વર્ષે ૪ જૂનના રોજ બનેલી દુઃખદ ઘટનાને કારણે, IPL ૨૦૨૬ ના શરૂઆતના દિવસે (બેંગલુરુમાં) કોઈ ઔપચારિક કાર્યક્રમ યોજાશે નહીં. BCCI ૪ જૂન, ૨૦૨૬ ના રોજ બનેલી દુર્ઘટનામાં મળતકોના સન્માનમાં IPL ની ૧૯મી સીઝનની શરૂઆતમાં કોઈ સાંસ્કળતિક કે મનોરંજન કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું નથી. જોકે, BCCI અને IPL ગર્વનિંગ કાઉન્સિલ સમાપન સમારોહમાં, એટલે કે ફાઇનલના દિવસે (૩૧ મે) એક ભવ્ય મનોરંજન કાર્યક્રમનું આયોજન કરવાની યોજના બનાવી રહ્યા છે.
ગયા IPL સીઝન (૨૦૨૫) નો ભવ્ય ઉદ્ધાટન સમારોહ કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે યોજાયો હતો, જ્યાં સુપરસ્ટાર શાહરૂખ ખાન, ગાયકો શ્રેયા ઘોષાલ અને કરણ ઔજલાએ તેમના પર્ફોર્મન્સથી શોની મહેફિલ લૂંટી હતી. અભિનેત્રી દિશા પટણીએ પણ પોતાના ડાન્સ મૂવ્સથી બધાના દિલ જીતી લીધા હતા.
(2:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
