તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th March 2026
આજે આઇપીએલ મેચમાં વરસાદ વિધ્ન નહી બને
હવામાન સ્વચ્છ રહેશે : તાપમાન ૩ર થી ૩૪ ડીગ્રી રહેવાની ધારણા

નવી દિલ્હી, તા., ર૮: આઇપીએલ આજથી શરૂ થવાની છે. આજની મેચમાં RCB vs SRH વચ્ચે મહામુકાબલો થવાનો છે. આ મેચનું આયોજન બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કરવામાં આવ્યું છે. હવે આ વચ્ચે ચાહકો ચિંતિત છે. તેનું કારણ છે વરસાદ. આવો જાણીએ કે આજના દિવસની હવામાન વિભાગની શું છે આગાહી.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની શરૂઆતની મેચ બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. હવામાન વિભાગની આગાહી ઙ્કમાણે મેચના દિવસે બેંગ્લોરમાં હવામાન સ્વચ્છ રહેશે. તાપમાન ૩૨ થી ૩૪ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની ધારણા છે, જેમાં તાપમાન ૧૮ થી ૨૦ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી જવાની ધારણા છે. આ મેચ દરમિયાન વરસાદની કોઈ શકયતા નથી. આરસીબી અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ સાંજે ૭:૩૦ વાગ્યે શરૂ થશે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB): રજત પાટીદાર (કેપ્ટન), ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, રોમારીયો શેફર્ડ, કળણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જેકબ ડફી, મંગેશ યાદવ
સનરાઈઝર્સ હૈદરાબાદ (લ્ય્ણ્): નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન, અનિકેત વર્મા, અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન (c/wk),હર્ષલ પટેલ, લિયામ લિવિંગસ્ટોન, જીશાન અંસારી, ઈશાન મલિંગા, જયદેવ ઉનડકટ
(5:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
