તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th April 2026
શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં પંજાબ જીતની હેટ્રિક લગાવવા મેદાનમાં ઉતરશે: કોલકાતા નાઈટ રાઈડર્સ સામે જામશે જંગ
મેચમાં હાઈ-સ્કોરિંગ ડ્રામા જોવા મળી શકે છે. જો પંજાબ જીતશે તો તે પોઈન્ટ ટેબલમાં નંબર 1 બની જશે.

મુંબઈ :IPL 2026ની પોઈન્ટ ટેબલમાં અત્યારે જબરદસ્ત ઉલટફેર જોવા મળી રહ્યો છે.કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ મેદાન પર પંજાબ કિંગ્સ (PBKS) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામસામે ટકરાશે. શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં પંજાબ જીતની હેટ્રિક લગાવીને ટેબલમાં ટોચનું સ્થાન કબજે કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે, જ્યારે બીજી તરફ KKR પોતાની પ્રથમ જીતની શોધમાં છે.
પંજાબ કિંગ્સે અત્યાર સુધી રમાયેલી બંને મેચોમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ જેવી ચેમ્પિયન ટીમોને હરાવીને વિજયી લય જાળવી રાખી છે. તેનાથી વિપરિત, કોલકાતાની સ્થિતિ અત્યારે નાજુક છે. મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની કારમી હાર બાદ ટીમ દબાણ હેઠળ છે.
જો હેડ-ટુ-હેડ રેકોર્ડની વાત કરીએ તો, IPL ઈતિહાસમાં બંને ટીમો 35 વાર ટકરાઈ છે, જેમાં KKR 21 જીત સાથે ઘણું આગળ છે, જ્યારે પંજાબ માત્ર 13 મેચ જીતી શક્યું છે. જોકે, વર્તમાન ફોર્મ અને શ્રેયસ અય્યરની રણનીતિ પંજાબ માટે પ્લસ પોઈન્ટ સાબિત થઈ શકે છે. ઈડન ગાર્ડન્સની પિચ હંમેશા બેટ્સમેનો માટે સ્વર્ગ સમાન રહી છે. અહીં રનનો પહાડ ખડકાઈ શકે છે, કારણ કે 2024માં આ જ મેદાન પર પંજાબે 262 રનનો ટાર્ગેટ ચેઝ કરીને ઈતિહાસ રચ્યો હતો.
સંભવિત પ્લેઈંગ ઈલેવન:
- KKR ની સંભવિત પ્લેઈંગ ઈલેવન: ફિન એલન, અજિંક્ય રહાણે, કેમરૂન ગ્રીન, અંગક્રિશ રઘુવંશી, રિંકુ સિંહ, રમનદીપ સિંહ, અનુકૂલ રોય, સુનીલ નરેન, વરુણ ચક્રવર્તી, વૈભવ અરોડા, બ્લેસિંગ મુઝરબાની
- PBKS ની સંભવિત પ્લેઈંગ ઈલેવન: પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્ય, કૂપર કોનોલી, શ્રેયસ અય્યર, નેહલ વઢેરા, માર્કસ સ્ટોઈનિસ, શશાંક સિંહ, માર્કો જાનસેન, ઝેવિયર બાર્ટલેટ, વિજયકુમાર વૈશાક, અર્શદીપ સિંહ
આજની મેચમાં હાઈ-સ્કોરિંગ ડ્રામા જોવા મળી શકે છે. જો પંજાબ જીતશે તો તે પોઈન્ટ ટેબલમાં નંબર 1 બની જશે.
(7:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
