<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th June 2026

ભારતનો અન્‍ડર-૧૮ એશીયા કપ હોકી-ર૦ર૬ ઉપર કબજો

ફાઇનલમાં જાપાનને 4-1 થી કચડીને જીત્યો ગોલ્ડ મેડલ

ટોકયોઃ જાપાનના કાકામીગાહારામાં રમાયેલા અંડર-18 એશિયા કપ 2026 ફાઇનલમાં ભારતીય મેન્સ હોકી ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. યજમાન જાપાનને 4-1 થી હરાવીને ભારતે ટાઇટલ અને ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો છે. આ રોમાંચક ફાઇનલ મેચમાં આશિષ પૂર્તિએ હેટ્રિક ફટકારીને ભારતીય ટીમને એક તરફી જીત અપાવી હતી.

ભારતીય ટીમે ફાઈનલ મેચની શરૂઆતથી જ જાપાન પર દબાણ બનાવવાનું શરૂ કરી દીધું હતું, અને પ્રથમ 90 સેકન્ડમાં જ પેનલ્ટી કોર્નર મેળવી લીધો હતો. મેચની બીજી જ મિનિટે આશિષ તાની પૂર્તિએ ગોલ કરીને ભારતને પ્રારંભિક સરસાઈ અપાવી, જેના કારણે પ્રથમ ક્વાર્ટરના અંતે ભારત 1-0 થી આગળ હતું.

બીજા ક્વાર્ટરમાં જાપાને વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય ડિફેન્સ મક્કમ રહ્યું હતું. ત્યારબાદ 28મી મિનિટે આશિષે પેનલ્ટી કોર્નર પર બીજો ગોલ કર્યો અને તેની બરાબર બે મિનિટ પછી 30મી મિનિટે કેપ્ટન કેતન કુશવાહાએ ગોલ ફટકારીને હાફ ટાઇમ સુધીમાં ભારતને 3-0 ની મજબૂત સ્થિતિમાં લાવી દીધું હતું.

(2:43 PM IST)