તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th June 2026
આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડના પ્રવાસ પહેલા ટીમ ઇન્ડિયામાં અચાનક ફેરફાર : BCCIએ મોહમ્મદ સિરાજને આરામ આપી પ્રસિદ્ધ કૃષ્ણાને ટીમમાં સામેલ કર્યો
વર્કલોડ મેનેજમેન્ટને ધ્યાને લઈ BCCIનો મોટો નિર્ણય, સતત ક્રિકેટ રમી રહેલા મોહમ્મદ સિરાજને આયર્લેન્ડ T20 સિરીઝમાંથી આરામ અપાયો; ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ માટે ફ્રેશ રાખવા નિર્ણય, ઝડપી બોલર પ્રસિદ્ધ કૃષ્ણાની આયર્લેન્ડ પ્રવાસ માટે ટીમમાં એન્ટ્રી

મુંબઈ, તા. 9 : આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડના મહત્વપૂર્ણ પ્રવાસ પહેલા ટીમ ઇન્ડિયામાં અચાનક ફેરફાર કરવામાં આવ્યો છે. BCCIએ વર્કલોડ મેનેજમેન્ટને ધ્યાને રાખી મોટો નિર્ણય લેતા ઝડપી બોલર મોહમ્મદ સિરાજને આયર્લેન્ડ સામેની T20 સિરીઝમાંથી આરામ આપ્યો છે.
મળતી માહિતી મુજબ મોહમ્મદ સિરાજ છેલ્લા ઘણા સમયથી સતત ક્રિકેટ રમી રહ્યો છે. IPL 2026 બાદ તરત જ ટીમ ઇન્ડિયા આયર્લેન્ડના પ્રવાસે જવાની છે, ત્યારબાદ ઇંગ્લેન્ડ સામે મહત્વની 5 મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે. ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ માટે સિરાજ મુખ્ય બોલર હોવાથી તેને ફ્રેશ રાખવા માટે BCCIએ આ નિર્ણય લીધો છે.
સિરાજના સ્થાને ઝડપી બોલર પ્રસિદ્ધ કૃષ્ણાને આયર્લેન્ડ પ્રવાસ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પ્રસિદ્ધ કૃષ્ણા ઈજામાંથી સાજો થઈ IPL 2026માં શાનદાર પ્રદર્શન કરી ચૂક્યો છે. તેની ઊંચાઈ અને બાઉન્સનો ફાયદો આયર્લેન્ડની પીચો પર ટીમ ઇન્ડિયાને મળી શકે છે.
ભારતીય ટીમ આયર્લેન્ડ સામે 3 મેચની T20 સિરીઝ રમ્યા બાદ સીધી ઇંગ્લેન્ડ જવા રવાના થશે, જ્યાં 20 જૂનથી 5 મેચની ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થશે. BCCIના આ નિર્ણયને ઇંગ્લેન્ડ પ્રવાસને ધ્યાને રાખી મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.c
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
