હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 13th June 2026
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની પ્રથમ વનડે મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો
ટીમ ઈન્ડિયા માટે હર્ષ દુબે અને ગુરનૂર બરારનું ડેબ્યૂ: મેચ માત્ર ૨૫-૨૫ ઓવરની રમાડવામાં આવશે

નવી દિલ્હી: હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં ભારે વરસાદ તૂટી પડતા મેચ સાંજે સાડા પાંચ વાગે શરૂ થયો છે.
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી પ્રથમ વન-ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ અને બોલિંગ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે.
આ મેચ દ્વારા ટીમ ઈન્ડિયા માટે બે યુવા અને આશાસ્પદ ખેલાડીઓ, હર્ષ દુબે અને ગુરનૂર બરારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાનું ડેબ્યૂ કર્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વરસાદના કારણે ઓવરોમાં ભારે કાપ મૂકવામાં આવ્યો છે અને હવે બંને ટીમો વચ્ચે ૫૦ ઓવરને બદલે માત્ર ૨૫-૨૫ ઓવરનો જ રોમાંચક મુકાબલો રમાડવામાં આવશે. ભારતીય ક્રિકેટ ચાહકો આ યુવા ખેલાડીઓના શાનદાર પ્રદર્શનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
(6:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
