તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th June 2026
મેસીનો અનોખો વર્લ્ડ રેકોર્ડ : ર૦૦૬માં પિતા ઝિદાન સામે રમ્યો, ર૦ર૬માં પુત્ર લુકા સામે ૩ ગોલ કર્યા
છ વર્લ્ડકપ રમનારો વિશ્વનો પ્રથમ ફૂટબોલર બન્યો લિઓનલ મેસી : આર્જેન્ટીના સામે અલ્જીરીયાની ટીમે ૦-૩થી હાર સ્વીકારવી પડી

કૅન્સસ : વિશ્વના સર્વશ્રેષ્ઠ ફૂટબોલર લિયોનેલ મેસીએ એક અનોખો વિક્રમ કર્યો. મેસી ૬ વર્લ્ડ કપ રમનાર વિશ્વનો પહેલો ખેલાડી તો બન્યો જ હતો. તે ૨૦ વર્ષે પિતા ઝિનેડીન ઝિદાન બાદ તેના પુત્ર લુકા ઝિદાનવાળા વિશ્વ કપમાં પણ રમ્યો.
મેસીએ જુનિયર ઝિદાન સામે રમવાની સિદ્ધિ મેળવવા ઉપરાંત ત્રણ વખત તેને માત આપીને ગોલ કર્યા હતા. લુકા ઝિદાન ફ્રાંસનો છે, પરંતુ વર્લ્ડ કપમાં તે અલ્જીરિયાની ટીમનો ગોલકીપર છે. ફ્રાન્સનો મહાન ફૂટબોલર ઝિનેડીન ઝિદાન છેલ્લે ૨૦૦૬ના વર્લ્ડ કપમાં રમ્યો હતો.
અલ્જીરિયાની ટીમને મેસીનો જ સૌથી વધુ ડર હતો અને તેણે જ ત્રણેય ગોલ કર્યા હતા અને આર્જેન્ટિના સામે અલ્જીરિયાનો ૦-૩થી પરાજય થયો હતો. મેસીએ ૧૭મી મિનિટમાં પ્રથમ, ૬૦ મિનિટમાં બીજો અને ૭૬ મિનિટમાં ત્રીજો ગોલ કર્યો હતો.
ફ્રાન્સનો વર્લ્ડ કપ વિજેતા ઝિનેડીન ઝિદાન વીઆઈપી બૉક્સમાં બેસીને પુત્રનો પર્ફોર્મન્સ જોઈ રહ્યો હતો. જોકે તેની નજર સામે પુત્ર લુકાએ આર્જેન્ટિનાના લેજન્ડ મેસી સામે ત્રણ વખત ‘હાર' માનવી પડી હતી. મેસી ત્રણ વખત લુકા ઝિદાનને માત આપીને ગોલ કરવામાં સફળ થયો હતો
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
