<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

મહિલા એશિયા કપ ૨૦૨૬માં દુબઈના મેદાન પર જામશે ભારત અને પાકિસ્તાન વચ્ચે રોમાંચક મહામુકાબલો: ૨૮ ઓગસ્ટથી શરૂ થતી આ મહાટુર્નામેન્ટમાં સાત વખતની ચેમ્પિયન ટીમ ઈન્ડિયા પાસે ઇતિહાસ રચવાની સોનેરી તક!

દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાનારી આઠ દેશોની ટુર્નામેન્ટમાં ૫ સપ્ટેમ્બરે રમાશે હાઇ-વોલ્ટેજ ભારત-પાકિસ્તાન મેચ; ૧૩ સપ્ટેમ્બરે ખરાખરીના જંગ બાદ થશે વિજેતાનો ફેંસલો.

નવી દિલ્હી : એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા આગામી મહિલા એશિયા કપ ૨૦૨૬નું સત્તાવાર સમયપત્રક જાહેર કરી દેવામાં આવ્યું છે. આ રોમાંચક ટુર્નામેન્ટ આગામી ૨૮ ઓગસ્ટથી ૧૩ સપ્ટેમ્બર દરમિયાન સંયુક્ત આરબ અમીરાત (UAE) ના દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. આઠ ટીમોની આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં તમામ મેચો દુબઈના આ વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમમાં જ યોજાવાની છે, જેના કારણે ક્રિકેટ ચાહકોમાં અત્યારથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

 

સાત વખતની ચેમ્પિયન ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પોતાના અભિયાનની શરૂઆત ૩૦ ઓગસ્ટે થાઈલેન્ડ સામે કરશે, ત્યારબાદ ૩ સપ્ટેમ્બરે હોંગકોંગ સામે ટકરાશે. આ બંને પ્રારંભિક મુકાબલાઓ બાદ ૫ સપ્ટેમ્બરે ક્રિકેટ જગતની સૌથી મોટી અને રોમાંચક મેચ એટલે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો હાઇ-વોલ્ટેજ મુકાબલો રમાશે. બંને દેશો વચ્ચેની પારંપરિક હરીફાઈ હંમેશાથી દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર રહી છે અને દુબઈના મેદાન પર આ મહાકાવ્ય જંગ જોવા માટે લાખો ચાહકો ઉત્સુક છે.


 

ભારતનું પ્રભુત્વ અને ટ્રોફી જીતવા માટેની તૈયારીઓ

મહિલા એશિયા કપના ઇતિહાસ પર નજર કરીએ તો ભારતીય ટીમ સૌથી સફળ ટીમ રહી છે, જેણે રેકોર્ડ સાત વખત ટાઇટલ પોતાના નામે કર્યું છે. ગત આવૃત્તિમાં રનર-અપ રહેલી ભારતીય ટીમ આ વખતે પોતાની ભૂલો સુધારીને આઠમી વખત એશિયન ચેમ્પિયન બનવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહેલી આઠ ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે, જ્યાંથી ગ્રુપ સ્ટેજ બાદ ટોચની ટીમો ૧૦ અને ૧૧ સપ્ટેમ્બરે રમાનાર સેમિફાઇનલમાં પ્રવેશ કરશે, જ્યારે ૧૩ સપ્ટેમ્બરે ગ્રાન્ડ ફિનાલે મુકાબલો રમાશે.

 

(7:53 PM IST)