News of Friday, 7th August 2026
ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોન ટર્નરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી 25 વર્ષની વયે નિવૃત્તિની જાહેરાત કરી
સતત ઇજાઓથી ઝઝૂમી રહેલા આ 25 વર્ષીય ફાસ્ટ બોલરે આંતરરાષ્ટ્રીય અને પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો મોટો નિર્ણય લીધો

ઇંગ્લેન્ડના યુવા ઝડપી બોલર જોન ટર્નરે અચાનક સંન્યાસની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે.
સતત ઇજાઓથી ઝઝૂમી રહેલા આ 25 વર્ષીય ફાસ્ટ બોલરે આંતરરાષ્ટ્રીય અને પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો મોટો નિર્ણય લીધો છે.
જોન ટર્નરે ઇંગ્લેન્ડ માટે વનડે અને ટી20 ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેઓ છેલ્લે 17 જૂન 2025ના રોજ એક ટી20 મેચમાં રમતા જોવા મળ્યા હતા, જેમાં તેમણે 4 ઓવરમાં 23 રન આપ્યા હતા પરંતુ એકપણ વિકેટ મળી નહોતી. ત્યારબાદ સતત ઇજાઓને કારણે તે ટીમમાંથી બહાર થતો રહ્યો અને આખરે તેણે નાની ઉંમરે જ રમતને અલવિદા કહેવાનો આકરો નિર્ણય લેવો પડ્યો.
ટર્નરે ઇંગ્લેન્ડ માટે 2 વનડે અને 2 ટી20 મેચ રમી છે, જેમાં વનડેમાં 2 વિકેટ અને ટી20 માં 1 વિકેટ ઝડપી હતી. તેમણે વેસ્ટ ઈન્ડિઝ સામે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી.
ઘરેલુ ક્રિકેટમાં જોન ટર્નરનું પ્રદર્શન અત્યંત શાનદાર રહ્યું હતું, જેના જોરે જ તેમને નેશનલ ટીમમાં સ્થાન મળ્યું હતું. તેમણે 10 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 25 વિકેટ, 19 લિસ્ટ-એ મેચોમાં 37 વિકેટ (જેમાં બે વાર 5 વિકેટ હોલ સામેલ છે) અને 35 ટી20 મેચોમાં 8.44ની ઇકોનોમીથી 48 વિકેટ ઝડપી હતી.
જોકે, ફિટનેસની સતત સમસ્યારૂપ સ્થિતિના કારણે આ પ્રતિભાશાળી બોલરની આંતરરાષ્ટ્રીય કારકિર્દી અકાળે પૂરી થઈ ગઈ છે.
(12:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
