<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

ટેસ્‍ટ મેચ દિવસ-૪: બીજા દાવમાં ભારતનો ધબડકોઃ ૧૯૩ રનમાં ઓલ આઉટઃ મેચ રસપ્રદ તબક્કામાં.

ભારત અને શ્રીલંકા વચ્‍ચે રમાઈ રહેલ પ્રથમ ટેસ્‍ટ મેચના આજે ચોથા દિવસે લખાય છે ત્‍યારે ભારત બીજા દાવમાં ૪૮.૫ ઓવરમાં ૧૯૩ રન બનાવી ઓલઆઉટ થઈ ગયું છે.

આજે સવારે ભારતે દાવની શરૂઆત કરતાં લોકેશ રાહુલ ૩૫, દેવદત પડીકલ ૪૪, શુભમન ગિલ ૮, રીષભ પંત ૬૬, ધ્રુવ જુરેલ ૭, રવિન્‍દ્ર જાડેજા ૯, સુથાર ૯, કુલદિપ યાદવ ૫ અને પ્રસિધ્‍ધ ક્રિષ્‍ના ૨ રનમાં આઉટ થઈ ગયા હતા. ફર્નાન્‍ડો ૪, જયસુયા ૩, કુમારા ૨ અને નુવાન્‍થાએ એક વિકેટ લીધી હતી. આમ, ભારતને ૩૭૧ રનની મહત્‍વની લીડ મળી છે. શ્રીલંકાને મેચ જીતવા ૩૭૨ રનનો ટાર્ગેટ મળ્‍યો છે મેચ રસપ્રદ બન્‍યો છે.

(3:29 PM IST)