તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st August 2026
ભારતની પી.વી.સિંધુ બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપમાંથી બહાર :ત્રિસા-ગાયત્રીની જોડી ક્વાર્ટર ફાઈનલમાં
સિંધુના હારવાની સાથે સિંગલ્સ કેટેગરીમાં ભારતીય પડકારનો અંત: સિંધુ અગાઉ ભારતનાં આયુષ શેટ્ટીને ઈન્ડોનેશિયાના અલ્વી ફરહાને 45 મિનિટ ચાલેલા મુકાબલામાં 21-19, 21-11થી મહાત આપી હતી

ભારતની પી.વી.સિંધુ બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપમાંથી બહાર થઈ ચૂકી છે. તેને મહિલા સિંગલ્સની રાઉન્ડ ઓફ 16 મેચમાં ચીનની વાંગ જી યીએ 11-21, 21-15, 17-21થી હરાવી હતી. આ મુકાબલો 1 કલાક 28 મિનિટ સુધી ચાલ્યો હતો. નવી દિલ્હીનાં ઈન્દિરા ગાંધી સ્ટેડિયમમાં ચાલી રહેલ ચેમ્પિયનશિપમાં ગુરુવારે ત્રીજી સીડ ચીનની ખેલાડી સ્નાયુઓ ખેંચાઈ જવાની સમસ્યાથી પીડિત જોવા મળી. જોકે, તેમછતાં તેણે ભારતીય સ્ટાર સિંધુને મહાત આપી.
સિંધુના હારવાની સાથે સિંગલ્સ કેટેગરીમાં ભારતીય પડકારનો અંત આવ્યો છે. કારણ કે, સિંધુ અગાઉ ભારતનાં આયુષ શેટ્ટીને ઈન્ડોનેશિયાના અલ્વી ફરહાને 45 મિનિટ ચાલેલા મુકાબલામાં 21-19, 21-11થી મહાત આપી હતી.
નવમી સીડ પી.વી. સિંધુ ચીનનાં ખેલાડીઓ વિરુદ્ધ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સતત 8 જીત બાદ હારી છે. આ સાથે જ સિંધુના વર્લ્ડ ચેમ્પિયનશિપમાં છઠ્ઠા મેડલ જીતવાની આશાનો અંત આવ્યો. સિંધુ પ્રથમ ગેમ હાર્યા બાદ કમબેક કર્યું, પરંતુ નિર્ણાયક ગેમમાં લય જાળવી શકી નહોતી.
ભારતની ત્રિસા જૉલી અને ગાયત્રી ગોપીચંદની જોડીએ મહિલા ડબલ્સની ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. 39મી સીડ ભારતીય જોડીએ રાઉન્ડ ઓફ 16માં જાપાનની સાતમી સીડ રિન ઈવાનાગા અને કી નાકાનિશીને સીધી ગેમમાં 21-16, 21-12થી મહાત આપી. જ્યારે મિક્સ્ડ ડબલ્સમાં ધ્રુવ કપિલા અને તનિષા ક્રેસ્ટોને ચીનની ગુઓ શિન વા અને ચેન ફાંગ હુઈએ 21-16, 21-5થી મહાત આપી હતી. જેથી મિક્સ્ડ ડબલ્સમાં પણ ભારતના અભિયાનનો અંત આવ્યો હતો.
(1:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
