તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th August 2026
નાઈટક્લબ વિવાદમાં ઈંગ્લેન્ડનો સ્ટાર બોલર ફસાયો: બ્રાયડન કાર્સ પાકિસ્તાન સામેની બીજી ટેસ્ટમાંથી બહાર!
ડર્બી નાઈટક્લબ બહાર હાથકડી પહેરેલો વિડિયો વાયરલ થતાં ક્રિકેટ રેગ્યુલેટર દ્વારા તપાસ શરૂ; કાર્સના સ્થાને સોની બેકરનો ઇંગ્લેન્ડ ટીમમાં સમાવેશ

લંડન : પાકિસ્તાન સામેની બીજી ટેસ્ટ મેચ પહેલા ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ટીમનો ફાસ્ટ બોલર બ્રાયડન કાર્સ શનિવારે રાત્રે ડર્બી સ્થિત એક નાઈટક્લબ બહાર બનેલી વિવાદિત ઘટનાના કારણે બીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે. આ ઘટના અંગે ક્રિકેટ રેગ્યુલેટરે સત્તાવાર તપાસ શરૂ કરી હોવાની ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ પુષ્ટિ કરી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડિયોમાં બ્રાયડન કાર્સ નાઈટક્લબ બહાર હાથકડી પહેરેલી હાલતમાં જોવા મળ્યો હતો. અહેવાલો મુજબ, પોલીસે તેની સ્થળ પર જ અટકાયત કરી હતી, પરંતુ તેની ઔપચારિક ધરપકડ કરવામાં આવી નથી કે તેના પર કોઈ ગુનાહિત આરોપ મૂકવામાં આવ્યો નથી.
ટીમમાંથી બહાર અને સોની બેકરની સરપ્રાઈઝ એન્ટ્રી
ડર્હામ તરફથી કાઉન્ટી ચેમ્પિયનશિપ રમીને કાર્સ ડર્બીમાં રોકાયો હતો. હેડિંગ્લી ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ માટે પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા ન મળતા તેને રિલીઝ કરાયો હતો અને ૨૭ ઓગસ્ટથી લોર્ડ્સ ખાતે શરૂ થનારી બીજી ટેસ્ટમાં તે વાપસી કરે તેવી પૂરી શક્યતા હતી. પરંતુ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ECB એ તેને ટીમમાંથી સસ્પેન્ડ રાખી પસંદગી માટે અનઉપલબ્ધ જાહેર કર્યો છે.

ECB ના સત્તાવાર નિવેદન મુજબ, "જ્યાં સુધી ક્રિકેટ રેગ્યુલેટર દ્વારા સંપૂર્ણ હકીકતો સ્થાપિત કરવામાં ન આવે ત્યાં સુધી બ્રાયડન કાર્સ બીજી ટેસ્ટ માટે ઉપલબ્ધ રહેશે નહીં. તેમના સ્થાન પર સોની બેકરને ઈંગ્લેન્ડની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે." પ્રથમ ટેસ્ટમાં શાનદાર જીત મેળવી ચૂકેલી ઈંગ્લેન્ડની ટીમ હાલ શ્રેણીમાં ૧-૦ થી આગળ છે.
(8:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
