તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 26th August 2026
અનાયા બાંગડની ક્રિકેટમાં ગ્રાન્ડ એન્ટ્રી: સંજય બાંગડની ટ્રાન્સજેન્ડર પુત્રી ઓસ્ટ્રેલિયામાં મહિલા ક્રિકેટ રમશે!
જેન્ડર-અફર્મિંગ સર્જરી બાદ ક્રિકેટના મેદાન પર વાપસી: ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડે આપી મંજૂરી, ૨૦૨૭થી વિમેન્સ બિગ બેશમાં રમવાનો માર્ગ મોકળો

મુંબઈ/સિડની : ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓપનિંગ બેટ્સમેન અને બેટિંગ કોચ સંજય બાંગડની ૨૩ વર્ષીય પુત્રી અનાયા બાંગડના ક્રિકેટ કરિયરને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સમાચાર સામે આવ્યા છે. લિંગ પરિવર્તન (Gender-Affirming Surgery) કરાવીને પુરુષમાંથી મહિલા બનેલી અનાયાને ઓસ્ટ્રેલિયામાં કમ્યુનિટી ક્રિકેટ રમવા માટે સત્તાવાર પરવાનગી મળી ગઈ છે. આ નિર્ણયથી અનાયા અત્યંત ખુશ છે અને હવે તે ટ્રાન્સજેન્ડર વિમેન તરીકે ક્રિકેટમાં પોતાની નવી સફર શરૂ કરવા માટે સજ્જ થઈ ગઈ છે.
આર્યનથી અનાયા બનવા સુધીની અનોખી સફર
અનાયા અગાઉ પુરુષ તરીકે 'આર્યન' નામે ઓળખાતી હતી. તેણે મુંબઈમાં વર્તમાન ભારતીય ક્રિકેટરો સરફરાઝ ખાન અને મુશીર ખાન સાથે અંડર-૧૯ કક્ષાએ ક્રિકેટ રમી હતી. જોકે, ૨૦૨૨માં થાઈલેન્ડ ખાતે હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી અને ૨૦૨૬માં જેન્ડર-અફર્મિંગ સર્જરી બાદ તે સ્ત્રી બની હતી. ભારતમાં ટ્રાન્સજેન્ડર વર્ગમાં રમવા માટે યોગ્ય પ્રતિસાદ ન મળતાં તેણે જૂન મહિનામાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડનો સંપર્ક સાધ્યો હતો, જ્યાં તેના નિયમોના પાલન બાદ તેને પ્રીમિયર ક્રિકેટ રમવાની મંજૂરી આપવામાં આવી છે.
૨૦૨૭થી બિગ બેશ વિમેન લીગમાં રમવાની તક
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડના નિયમો મુજબ, અનાયા માર્ચ ૨૦૨૭થી એલિટ ક્રિકેટ (જેમાં વિમેન્સ બિગ બેશ લીગનો સમાવેશ થાય છે) રમવા માટે પણ હકદાર બનશે. તે સમયે તેના બ્લડ ટેસ્ટમાં સીરમ ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ ૧૦ nmol/L થી ઓછું હોવું અને બોર્ડની અન્ય તમામ શરતો પૂર્ણ કરવી જરૂરી રહેશે.
પોતાના સપનાને નવી પાંખો મળતાં ભાવુક થયેલી અનાયાએ જણાવ્યું હતું કે, "એક સમયે મને ડર લાગતો હતો કે હું કદાચ ક્રિકેટના મેદાન પર ક્યારેય વાપસી નહીં કરી શકું." પરંતુ ઓસ્ટ્રેલિયા બોર્ડના આ નિર્ણયે તેના જીવનને એક નવો વળાંક આપ્યો છે.
(6:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
