તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th August 2026
એશિયન જુનિયર ચેસ ચેમ્પિયનશિપમાં ભારતનો ડબલ ધમાકો

મુંબઈમાં આયોજિત એશિયન જુનિયર ક્લાસિકલ ચેસ ચેમ્પિયનશિપ ૨૦૨૬માં ભારતે યાદગાર ડબલ વિજય મેળવ્યો છે. આઇટીસી મરાઠા શેરેટનમાં આયોજિત આ ટુર્નામેન્ટમાં ઓપન અને ગર્લ્સ કેટેગરીનો ખિતાબ અનુક્રમે મયંક ચક્રવર્તી અને પ્રતીતિ બોરદોલોઈએ જીત્યો હતો.
ઓપન કેટેગરીમાં રશિયાના આર્ટેમ પિંગિને બીજો અને ભારતના દક્ષ ગોયલે ત્રીજો ક્રમ મેળવ્યો હતો. ગર્લ્સ ચૅમ્પિયનશિપમાં કઝાખસ્તાનના મારિયા ખોલ્યાવકો બીજા અને ભારતની નિવેદિતા વી.સી. ત્રીજા સ્થાને રહી હતી.
(2:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
